Surat News: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંધ મકાનમાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે બેટરી ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સદનસીબે પરિવાર બહાર આવી જતાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ, ઘરમાં આગ એટલી ગંભીર હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં નીલકંઠ એપાર્ટમેન્ટ આવેલું છે. એપાર્ટમેન્ટના 10મા માળે રહેતો પરિવાર મોબાઈલ ચાર્જમાં મૂકી ઘરને તાળું મારી બહાર જમવા ગયો હતો. દરમિયાન ચાર્જ થયેલા મોબાઈલની બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાની સાથે જ ઘરમાં આગ લાગી ગઈ અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ઘરને લપેટમાં લીધું.
બંધ મકાનમાં આગ લાગવાના કારણે એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાડોશીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વોટર કેનનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. સદનસીબે પરિવાર બહાર હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આગ કાબૂમાં આવતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: રસોડામાં લાઈટ ચાલુ કરી અને થયો બ્લાસ્ટ, ગેસનું રેગ્યુલેટર ખુલ્લુ રહી જતા બની દુર્ઘટના
આ પણ વાંચો: ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા ઝડપી પાડતી એસીબી