Junagadh News/ રસોડામાં લાઈટ ચાલુ કરી અને થયો બ્લાસ્ટ, ગેસનું રેગ્યુલેટર ખુલ્લુ રહી જતા બની દુર્ઘટના

જૂનાગઢમાં એક પરિવાર બ્લાસ્ટનો શિકાર થયો. ગણેશ નગર વિસ્તારમાં એક ઘરના રસોડામાં બ્લાસ્ટ થતા પરિવારના સભ્યો ગંભીર રીતે દાઝયા.

Top Stories Gujarat Others Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 44 રસોડામાં લાઈટ ચાલુ કરી અને થયો બ્લાસ્ટ, ગેસનું રેગ્યુલેટર ખુલ્લુ રહી જતા બની દુર્ઘટના

Junagadh News: જૂનાગઢમાં એક પરિવાર બ્લાસ્ટનો શિકાર થયો. ગણેશ નગર વિસ્તારમાં એક ઘરના રસોડામાં ગેસનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી ગયું, પરિવારના સભ્યએ રસોડાની લાઈટ ઓન કરી અને થયો બ્લાસ્ટ, સાત વર્ષના બાળક સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા..

જૂનાગઢના ગણેશ નગરમાં ગતરાત્રિના દસ વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલર ભૂલથી ખુલ્લું રહી જતા બ્લાસ્ટ થતા એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારીયા પરિવાર જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠોહતા. કટારીયા પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો.

રસોડામાં એલ્યુમિનિયમના સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. ત્યારે અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેને રસોડાનું દરવાજો ખોલી લાઈટ ફોન કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. ત્યારે આ ધડાકો થતા કટારીયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારીયા ઉં 56, તેનો દીકરો વિજય કટારીયા ઉં 37, તેના પત્ની મનીષા વિજયભાઈ કટારીયા ઉં 32 અને તેનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારીયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા.

ગેસના બાટલાનો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિકો ડરી ગયા હતા.અને તાત્કાલિક કટારીયા પરિવારના દાઝ્યાની જાણ થતા તેના ઘરે લોકો એકઠા થયા હતા.ત્યારે 108 દ્વારા ચારે અભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર દ્વારા ચારે સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી હતી.ગંભીર રીતે દાઝેલા 7 વર્ષના બાળક તેના માતા પિતાની હાલત ગંભીર માનવામાં આવે છે. ત્યારે આ તમામને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બાટલો બ્લાસ્ટ થવાનું કારણ ?

ઘરના રસોડામાં રાખેલ ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી શરૂ રહી ગયું હતું.રસોડાના એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજા બંધ હતા. ઘરે અચાનક જ રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ પુરા રસોડામાં ફેલાઈ ગયો હતો. અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતા બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજાના કાચ પણ તૂટીને ફળિયામાં ચૂરેચૂરા થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

આ પણ વાંચો: જૂનાગઢમાં શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા મામલે જાગૃત થવા આહ્વાહ્ન કર્યું

આ પણ વાંચો: /જૂનાગઢમાં પોલીસે 15 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, ઘાસની આડમાં થતી હતી હેરાફેરી