Ahmedabad News/ અમદાવાદમાં ઘર બંધ કરીને બહારગામ જવું દુસ્વાર, મિનીટોમાં તસ્કરો હાથફેરો કરી જશે

પોલીસે બાતમીના આધારે તેને પકડી પાડ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 11 08T205659.026 અમદાવાદમાં ઘર બંધ કરીને બહારગામ જવું દુસ્વાર, મિનીટોમાં તસ્કરો હાથફેરો કરી જશે

Ahmedabad News : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સબ પોસ્ટ માસ્ટરના ઘરે ચોરીનો બનાવ મેઘાણીનગર પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદી નવા વર્ષમાં નાના ભાઈના ઘરે ગયા હતા, ત્યારે ઘરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. મેઘાણીનગર પોલીસે ગણતરીના દિવસ આ ચોરી ના ગુનાનો ભેદ ઉકેલી ને ચોર ને પકડી રોકડ અને દાગીના કબજે કર્યા છે.અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા ભરત પટણી તેના પરિવાર સાથે નવા વર્ષના તહેવારને લઇને તેના નાના ભાઈના ઘરે ગયા હતા, ત્યારે ફરિયાદી ભરત પટણીના ઘરે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.

ધનતેરસના ઘરે પૂજા કરવા લોકરમાંથી લઈ આવેલા દાગીના તેમજ રોકડ રકમ મળી અગિયાર લાખથી વધુની કિંમતનો કીંમતી વસ્તુઓની ચોરી થઈ હતી. જોકે મેઘાણીનગર પોલીસે ભરત પટણીની ફરિયાદને આધારે ચોરીને અંજામ આપનાર નિલેશ પટણી ઉર્ફે ડોડો નામના ચોર શખ્સની ધરપકડ કરી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. મેઘાણીનગર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોર નિલેશ પટણી ઉર્ફે ડોડો પાટણનો રહેવાસી છે અને ચોરી કરીને તે ચોરીનો મુદ્દામાલ અમદાવાદમાં રાખી પાટણ, અંબાજી અને પાલનપુર અલગ અલગ જગ્યાઓ પર ભાગતો ફરતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી બજારો બંધ હતી.

જેથી ચોરીનો મુદ્દામાલ તે બજારમાં વેચી શકે તેમ હતો નહીં જેને કારણે તે ચોરીનો માલ અમદાવાદ રાખી પોતાના સગા સંબંધીઓને ત્યાં ગયો હતો. તહેવારો પૂરા થવા આવ્યા એટલે ચોર નિલેશ પટણી ચોરીનો માલ લેવા અમદાવાદ આવતા પોલીસે બાતમીના આધારે તેને પકડી પાડ્યો હતો અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નવા વર્ષના દિવસે ચોરીની ઘટના બનતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરીની શોધખોળ હાથ ધરી હતી. મેઘાણીનગર પીએસઆઇ આર.એમ.ચાવડા પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં તેમને ચોરને પકડી પાડવા હોસ્પિટલમાંથી પોતાની ટીમને માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના ઓપરેશન બાદ બીજા દિવસે ફરજ પર હાજર થઈને સમગ્ર ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો હતો. ચોર નિલેશ પટણીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે નિલેશ પટણી અગાઉ પણ બે નાની મોટી ચોરીઓને અંજામ આપી ચૂક્યો છે. હાલ તો પોલીસે નિલેશ પટણી ની ધરપકડ કરી અન્ય કઈ કઈ જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ એ દિશામાં તપાસ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર છ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો:બનાસકાંઠામાં યુવકનું મોત નિપજતા સિવિલમાં હોબાળો

આ પણ વાંચો:બનાસકાંઠામાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી