Child marriage/ આસામમાં બાળ લગ્નના મામલે રાજય સરકાર એકશનમાં, 2 હજારથી વધુ લોકોની ધરપકડ

આસામમાં બાળ લગ્ન કાયદા હેઠળ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2044થી વધુ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Uncategorized
child marriage

child marriage:  આસામમાં બાળ લગ્ન કાયદા હેઠળ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 2044થી વધુ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાજ્ય કેબિનેટે નિર્ણય લીધો હતો કે આ પ્રથા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો સામે કેસ નોંધવામાં આવશે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સૂચના બાદ આસામ પોલીસે (child marriage) બાળ લગ્નો સામે મોટાપાયે અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત 14 વર્ષથી ઓછી ઉંમરના છોકરા કે છોકરી સાથે લગ્ન કરનાર આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ બાળ લગ્ન અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. તેમની વચ્ચે ઘણા એવા પુરૂષો છે જેમના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા અને તેમને બાળકો પણ છે.

નોંધનીય છે કે (child marriage) ધરપકડ અભિયાન આજથી આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે 14 વર્ષની ઉંમરે લગ્ન કરીને બાળકોના પિતા બને તેની સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં આસામ પોલીસે રાજ્યભરમાં 4,004 કેસ નોંધ્યા છે. આગામી દિવસોમાં પોલીસની કાર્યવાહી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં આસામના વિવિધ જિલ્લાઓમાંથી સેંકડો લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ સાથે ધુબડીમાં 138, બગાઈગાંવમાં 123 અને મોરીગાંવમાં 5 લોકોની ઓળખ આવા કેસમાં કરવામાં આવી છે. આ સાથે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસામના ડીજીપીએ આજે ​​પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે 2044 લોકોની ધરપકડ વિશે જણાવ્યું હતું.આસામ છેલ્લા ઘણા વર્ષોથી બાળ લગ્નની પ્રથા સામે સંઘર્ષ કરી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર આસામમાં માતા અને શિશુ મૃત્યુદર સૌથી વધુ છે. તેનું મુખ્ય કારણ બાળ લગ્ન છે.

નિવેદન/અદાણી ગ્રુપ મામલે RBIએ આપ્યું મોટું નિવેદન, દેશની બેંકિગ સિસ્ટમ મજબૂત