Bihar News: બિહારમાં (Bihar) એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં હોસ્પિટલમાં મૃત્યુ બાદ એક વ્યક્તિની આંખ ગાયબ થઈ ગઈ હતી. બિહારના પટનામાં, ગોળીથી ઘાયલ એક વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુના કલાકો પછી, એક આંખ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનોએ પૂછ્યું તો ડોક્ટરોએ આ માટે ઉંદરોને જવાબદાર ગણાવ્યા.
હા, જ્યારે પરિવારના સભ્યોએ હોસ્પિટલમાં મૃત્યુ બાદ વ્યક્તિની એક આંખ ગાયબ હોવાનું શોધી કાઢ્યું અને હોસ્પિટલના કર્મચારીઓને પૂછપરછ કરી, ત્યારે તેઓએ ઉંદરો પર આંખ ચગાવવાનો આરોપ લગાવ્યો. જે બાદ મૃતકના પરિવારજનોએ આ મામલે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે તપાસ કરતા રવિવારે સાંજે બે નર્સોને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા.

વાસ્તવમાં, અજાણ્યા હુમલાખોરોએ 15 નવેમ્બર 2024 ના રોજ ફન્ટુશ કુમારને ગોળી મારી દીધી હતી, ત્યારબાદ તેને પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ શુક્રવારે રાત્રે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે બાદ પરિવારજનો જ્યારે તેનો મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેની એક આંખ ગાયબ હતી. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી તો હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ જણાવ્યું કે ઉંદરોએ મૃતકની આંખો ચોળી હતી. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
મામલો ઉગ્ર બનતા આરોગ્ય વિભાગે ઘટના બાદ બે નર્સને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધી હતી. આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “આ મામલાની ઉચ્ચ સ્તરીય સમિતિ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ પ્રાથમિક તપાસના આધારે, વિભાગે બે નર્સોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. કથિત ઘટના સમયે આ નર્સો ફરજ પર હતી. નર્સોની બેદરકારીને કારણે સસ્પેન્શનનો આદેશ આપવામાં આવ્યો છે.”
આ પણ વાંચો:આ ફ્લેટ ઝૂંપડપટ્ટી કરતાં પણ ખરાબ,અને ભાડું ત્રણ લાખ, સાથે ઉંદરો અને ગંદકી મફતમાં!
આ પણ વાંચો:ઉંદરોથી ત્રસ્ત થતાં બોમ્બથી ઉડાવા તૈયાર છે આ દેશ…ફાયદાની શક્યતાઓ વધારે
આ પણ વાંચો:સૌથી મોંઘુ કહેવાતા આ શહેરમાં લોકો ઉંદરોથી છે પરેશાન! કેટકેટલાય ઈલાજો કરાયા
