Mahesana News: મહેસાણા જિલ્લાના કોલવડા ગામમાં ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ના કારણે 33 લોકોને ઝાડા-ઊલટીની બીમારી થઈ હતી. તમામને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિજાપુર તાલુકાના કોલવડા ગામમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટોપરપાકનું સેવન કર્યા બાદ 33 લોકોએ ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટના એવી છે કે, ગત મંગળવારે કોલવડા ગામની હાઈસ્કૂલમાં ઉત્સવના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં મધ્યાહન ભોજન સમાપ્ત થયા પછી, ગામના દેવીપૂજક સમુદાયને ટોપરા પાક વહેંચવામાં આવ્યો હતો. બુધવારે બપોરે દેવીપૂજક સમાજના લોકો દ્વારા શાળા દ્વારા વિતરણ કરાયેલ ટોપરપાક ખાવાથી 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં 33 પૈકી 16 લોકોની તબિયત લથડતાં સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની આરોગ્ય ટીમ ગામમાં પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ચાર વર્ષના બાળકને ફૂડ પોઇઝનિંગ થતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જો કે, ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા તમામને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે ટોપરા પાકના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધાર્મિક પ્રસંગે 300થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
આ પણ વાંચો: એપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ
આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી
