Not Set/ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ,હલ્દીની વિધિ દરમિયાન 13 મહિલાઓના મોત,PMએ દુ:ખ વ્યક્ત કર્યું

કુશીનગર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કુવામાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. જેમાં 9 યુવતીઓ અને મહિલાઓનો સમાવેશ થાય છે

Top Stories India

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં કુવામાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. જેમાં 9 યુવતીઓ અને મહિલાઓનો સમાવેશ થાય છે. મામલો નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ દોઢ ડઝન મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બધા હલ્ધી વિધિ માટે પહોંચ્યા હતા અને એક કૂવા પાસે ઉભા હતા. ત્યારે અચાનક કૂવા પરની લોખંડની જાળી તૂટી પડતા મોટો અકસ્માત સર્જાયો હતો.

આ સમગ્ર ઘટના નેબુઆ નૌરંગિયા વિસ્તારની છે. જ્યાં નૌરંગિયા સ્કૂલ ટોલામાં વસવાટ કરતા પરમેશ્વર કુશવાહાને ત્યાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તે અંતર્ગત પીઠી ચોળવાનો પ્રસંગ હતો ત્યારે અંદાજીત 50થી વધુ મહિલાઓ અને બાળકીઓ કૂવા પાસે અને કેટલીક વ્યક્તિઓ કૂવાને ઢંકાયેલી જાળી પર ઉભા હતા, અચાનક તે તૂટી પડતા મહિલાઓ અને યુવતીઓ તેમાં પડી ગઈ હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂવામાં પડી જવાની દુર્ઘટનામાં લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા અને ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે

પીએમ મોદીએ કુશીનગરમાં થયેલી આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયને હચમચાવી દેનારો છે.આમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરૂ છું