Surat News/ સુરતમાં S.T. બસના ડ્રાઈવરને મહિલાએ તમાચો માર્યો, વીડિયો વાયરલ

જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી.

Gujarat Surat

Surat News: સુરતમાં (Surat) એસ.ટી. બસના ડ્રાઈવરને મહિલા સાથે વાહન ચલાવવાની બાબતે બબાલ થતાં મહિલાએ જાહેરમાં તમાચો માર્યો હતો. સુરતના અડાજણથી હજીરા સ્થિત મોરા જતી એસ.ટી. બસમાં ઘટના બની હતી.

સુરતમાં અજબ ઘટના બનવા પામી છે. બસ ડ્રાઈવરને (Bus Driver) મહિલાએ તમાચો માર્યો હતો. જાણકારી મુજબ સુરતના (Surat) અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. બાદમાં STના ડ્રાઈવરે બ્રિજ ચડતા મહિલાને ટકોર કરી હતી. મહિલાને જણાવ્યું હતું કે તમે ખોટી દિશામાં આવી રહ્યા છો. તો આ સાંભળીને  મહિલાએ જાહેરમાં ST ચાલકને તમાચા માર્યા હતા.

ડ્રાઈવરે ST નિગમ યુનિયનને જાણ કરી હતી. સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશને (Police Station) પહોંચ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદમાં ST બસ ડ્રાઇવરનો આપઘાત: પરિવારનો આક્ષેપ ડેપો મેનેજરના ત્રાસથી આપઘાત કર્યો

આ પણ વાંચો:SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 17ને થઈ ઈજા, 4ની હાલત ગંભીર

આ પણ વાંચો:LRD ના પરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો