Surendranagar News: સુરેન્દ્રનગરનાં સાયલાના સુદામણામાં (Sudamana) રજૂઆત કરનારનાં ઘર ઉપર 8 રાઉન્ડ ફાયરિંગ (Firing) કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રજૂઆત કરનારે ગેરકાયદેસર ખનીજ અંગે બે દિવસ અગાઉ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. પરિણામે ખનીજ માફિયાઓએ 8 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ભારતીય ન્યાસ સંહિતા કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ સાયલા તાલુકાના સુદામણામાં રજૂઆત કરનારનાં ઘર ઉપર ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રજૂઆત કરનારે રજૂઆત બાદ વીડિયો મેસેજ પણ વાયરલ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે અમારી જાનને જોખમ છે, તેમ જાણવા મળ્યું છે. ફાયરિંગની જાણ થતાં જ સુરેન્દ્રનગર એસ.પી, લીંબડી ડી.વાય.એસ.પી., પી.એસ.આઇ., એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
પોલીસ તપાસમાં જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગામ અને રજૂઆત કરનારની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અગાઉ 1 એપ્રિલ 2024ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી તેમ સૂત્ર તરફથી માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે સાયલા તાલુકાના સુદામડાના કંમ્બોચાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરાઈ રહ્યું છે.
કાળા પથ્થર કાઢી પોતાની માલિકીના ભડીયા (સ્ટોન)માં કાચા મટીરીયલ તરીકે ઉપયોગ કરે છે. જેથી આ ગેરકાયદેસર ખાણ બંધ કરવા માટે 25 સપ્ટેમ્બર, 2024થી કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. છેલ્લા ઘણાં સમયથી સાયલા તાલુકામાં જે લીઝો ચાલે છે તે ગેરકાયદેસર ચાલે છે. એકપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી, ઓનલાઇન રોયલ્ટી કાઢી વેચવામાં આવે છે તેમજ તેનો સ્ટોક પણ મેન્ટેઈન કરવામાં આવતો નથી. આવી રજૂઆત કર્યા બાદ એક વીડિયો મેસેજ પણ વાયરાલ કર્યો હતો કે જેમાં અમારી જાનને જોખમ છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: