રશિયન સેનાનાં સશસ્ત્ર વાહનો, ટેન્કો અને મોટી સંખ્યામાં સૈન્ય સાધનો યુક્રેનની સરહદ તરફ આગળ વધતા હોવાનો વીડિયો જોઈને સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. આ વખતે આ સંખ્યા એટલી વધારે છે કે પાકની લણણીનો સમય હોવા છતાં, ખેડૂતોનાં ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો વહન કરતી ટ્રેનોને પણ મિલિટ્રીએ પોતાના કામમાં લગાવી દીધા છે. સોશિયલ મીડિયા પર રશિયન લશ્કરી સાધનો વહન કરતી ટ્રેનો અને ટ્રકોનાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

ગુજરાત: બહાર તડકામાં નીકળતા રાખજો ધ્યાન, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
તાજેતરમાં, યુ.એસ. નાં સૈન્ય હથિયારોથી સજ્જ એક માલવાહક જહાજ યુક્રેન પહોંચ્યું હતું. જેમાં અનેક પ્રકારનાં વાહનો અને અન્ય સામાનો ભરેલા હતા. યુક્રેન અને યુનાઇટેડ સ્ટેટ્સની વધતી નિકટતાથી રશિયા પહેલેથી જ ચીડાયેલુ છે. જે બાદ યુએસ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી બંને દેશો વચ્ચે યુદ્ધનું નવું જોખમ ઉભું થઈ શકે છે. યુક્રેન સરહદ પર રશિયન સૈનિકો ક્યારે એકત્ર થવા લાગ્યા તે હજુ સ્પષ્ટ નથી થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દિવસોમાં તમામ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, તે બધા 27 માર્ચ 2021 નાં છે. રશિયન એરફોર્સનાં ઘણા લડાકુ વિમાનો પણ તે વિસ્તારમાં તેમની પેટ્રોલિંગ તીવ્ર કરી રહ્યા છે. તેમાં 152-મીલીમીટર 2S19 Msta-S સ્વચાલિત હોવિત્ઝર, BMP-3 ઇંફેટ્રી ફાઇટિંગ વાહન, અને સૈન્ય ટ્રકોથી ભરેલી ટ્રેન રશિયાનાં ક્રીમિયાઈ દ્વીપકલ્પ સાથે જોડતી એક રેલ્વે બ્રિજથી પસાર થઇ રહી છે. અમેરિકી સૈન્ય મથક પેન્ટાગોનનાં પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે, અમે આ વિશાળ લશ્કરી મૂવમેન્ટ અંગે રશિયા પાસેથી સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. યુ.એસ. આર્મીનાં જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફનાં અધ્યક્ષ જનરલ માર્ક મિલેએ પોતાના રશિયા સમકક્ષ જનરલ વાલેરી ગેરાસિમોવે 31 માર્ચ 2021 નાં રોજ સૈન્યની હિલચાલ વિશે માહિતી માંગી હતી. જો કે, અમેરિકન જનરલનાં આ સવાલ પર રશિયાએ શું જવાબ આપ્યો તે સ્પષ્ટ નથી. યુએસ આર્મીનાં જનરલે રશિયન આર્મીનાં કમાન્ડર-ઇન-ચીફ રુસલાન ખોમચ સાથે પણ વાત કરી છે.

મહામારીનો મહાભરડો / દુનિયામાં કોરોનાએ મચાવ્યો કેર, કુલ કેસનાં આંકમાં ઝડપથી થઇ રહ્યો છે વધારો
30 માર્ચ, રુસલાન ખોમચે યુક્રેનની સંસદમાં કહ્યું હતું કે, રશિયન ફેડરેશન અમારા દેશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખેલી છે. રશિયાએ સરહદ વિસ્તારમાં ઓછામાં ઓછા 25 વધારાનાં ટેક્ટિક જૂથો તૈનાત કર્યા છે. આ બધા યુક્રેન બોર્ડર પર પહેલેથી જ રશિયન સૈનિકોની તૈનાત ઉપરાંત છે, જે આપણને ધમકી આપી શકે છે. ખોમચે એમ પણ કહ્યું હતું કે, રશિયા પાસે હાલમાં ક્રીમીયામાં લગભગ 32,700 લશ્કરી કર્મચારી ગોઠવી રાખવામાં આવેલા છે. 2014 માં ક્રીમીયા પર વિજય મેળવ્યો ત્યારથી, રશિયાએ આ પ્રદેશમાં અને જળમાં તેની સૈન્યની હાજરીને વધુ મજબૂત બનાવી છે. રશિયાએ આખા ક્ષેત્રને એન્ટી શિપ ક્રુઝ મિસાઇલો અને સપાટીથી હવાઈ મિસાઇલ બેટરીથી સજ્જ કર્યા છે. પૂર્વી યુક્રેનનાં વિસ્તારોમાં રશિયા પણ 28,000 સશસ્ત્ર લોકોને તૈનાત કરે છે. આ લોકો ડોનબાસ તરીકે ઓળખાય છે. આ લોકો વર્ષ 2015 થી યુક્રેનિયન સરકાર વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધ ચલાવી રહ્યા છે. ક્રેમલિનનાં ઇનકાર હોવા છતાં, એવા પુરાવા છે કે યુક્રેનની ધરતી પર હજી પણ ઘણા રશિયન લશ્કરી એકમો હાજર છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
