દેશમાં કોરોનાની ગતિ પહેલાથી જ ધીમી પડી ગઈ છે પરંતુ તેનો પ્રકોપ ઓછો થયો નથી. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 41,506 નવા કેસ નોંધાયા છે અને 895 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસોનાં આગમન પછી, ભારતમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,54,118 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,08,040 પર પહોંચી ગયો છે.

નહી સુધરે / શું અમદાવાદીઓને તેમના બાળકોની પડી નથી? જુઓ રિવરફ્રન્ટ પર કોરોનાની ગાઇડલાઇન ભંગ કરાતા દ્રશ્યો
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,08,37,222 થઇ ગઇ છે અને મોતનો આંકડો 4,08,040 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,54,118 પર પહોંચી ગઇ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 41,526 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે બાદ અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,99,75,064 પર પહોંચી ગઈ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 37,60,32,586 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 37,23,367 લોકો વેક્સિન અપાઇ છે.
COVID19 | India reports 41,506 new cases, 895 deaths and 41,526 recoveries today, as per Union Health Ministry
Total active cases: 4,54,118
Total discharges: 2,99,75,064
Death toll: 4,08,040Total Vaccination : 37,60,32,586 pic.twitter.com/Ccur2VhC4T
— ANI (@ANI) July 11, 2021
ગુજરાત / લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર ગઈકાલે દેશમાં કોરોનાવાયરસ માટે 18,43,500 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 43,08,85,470 સેમ્પલોને ટેસ્ટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભલે દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ દરેકને સજાગ રહેવાની ખૂબ જ જરૂર છે. એઇમ્સનાં વડાએ શનિવારે ચેતવણી આપી હતી કે, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર “inevitable” છે, અને તે આગામી છથી આઠ અઠવાડિયામાં દેશમાં આવી શકે છે, તેથી તમામ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે, જો તે નહી લેવામાં આવે તો આ મહામારી ભયંકર સ્વરૂપ લઈ શકે છે.
