આપઘાત/ દેશમાં આપઘાતના બનાવોમાં વધારો, ઉદેપુરમાં માનસિક રોગી દર્દીએ જીવન ટૂંકાવ્યું

દેશમાં કોરોના ઉત્પાત મચાવ્યા બાદ તેના પછીની જે ભયાનક પરિસ્થતિનું નિર્માણ થયું છે તેમાં ખાસ કરીને મોંઘવારી, બરોજગારી , બીમારી અને ઘરકંકાસથી કંટાળીને લોકો આપઘાત તરફનો માર્ગ પકડી રહ્યા છે. જેના કારણે દેશના આપઘાતના રેશિયોમાં અત્યંત ઉછાળો આવ્યો છે. કર્ણાટકમાં પણ થોડા સમય પહેલા બેરોજગારીથી કંટાળીને એક યુવકે ગળફાસો ખાઈને આપઘાત કર્યો હતો. જયારે હવે […]

India

દેશમાં કોરોના ઉત્પાત મચાવ્યા બાદ તેના પછીની જે ભયાનક પરિસ્થતિનું નિર્માણ થયું છે તેમાં ખાસ કરીને મોંઘવારી, બરોજગારી , બીમારી અને ઘરકંકાસથી કંટાળીને લોકો આપઘાત તરફનો માર્ગ પકડી રહ્યા છે. જેના કારણે દેશના આપઘાતના રેશિયોમાં અત્યંત ઉછાળો આવ્યો છે. કર્ણાટકમાં પણ થોડા સમય પહેલા બેરોજગારીથી કંટાળીને એક યુવકે ગળફાસો ખાઈને આપઘાત કર્યો હતો. જયારે હવે રાજેસ્થાનમાં માનસિક રોગી દર્દીએ હોસ્પિટલના જ ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા સમગ્ર શહેરમાં ભારે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

ઉદયપુર હિરણમગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કનક હોસ્પિટલ સારવાર લઈ રહેલા એક દર્દીએ ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.એવું કહેવામાં આવે છે કે નજીકના રાજસમંદ જિલ્લાના રહેવાસી દિનેશસિંહની કનક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તે માનસિક દર્દી હોવાનું જણાવાય છે.

આજે સવારે તે હોસ્પિટલના ચોથા માળે પહોંચ્યો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હિરણમગરી પોલીસ પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા બાદ મૃતકના સગા સબંધીઓને જાણ કરાઈ હતી.