લોકસભા ચૂંટણી 2019 માં કરારી હાર બાદ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સરકાર મહિલાઓના વિશ્વાસને જીતવા અને તેમની તરફ લાવવામાં માટે એક મોટી યોજના અમલમાં મુકવા જઈ રહી છે. કેજરીવાલ સરકાર દિલ્હી મેટ્રો અને DTC બસોમાં મહિલાઓ માટે નિશુલ્ક મુસાફરીની યોજના અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે. જો આ યોજના અમલમાં મૂકવામાં આવે છે, તો 1200 કરોડનો બોજો જાહેર નાણા ઉપર વધશે. વિડીયોમાં તેમણે કહ્યું કે તેની જાહેરાત 3 જૂને કરવામાં આવશે.
दिल्ली के मुख्यमंत्री @ArvindKejriwal का नई दिल्ली की जनता से कई अहम मुद्दों पर बातचीत 👇
Part 2/2 pic.twitter.com/FpXkouvODT
— AAP (@AamAadmiParty) June 1, 2019
સૂચિત યોજના વિશે વાત કરવામાં આવે તો આમાં DTC બસને અમલમાં મૂકવામાં કોઈ સમસ્યા નથી. જો કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ આ યોજનાને અમલમાં મૂકવાની અક્ષમતા વ્યક્ત કરી છે. ડીએમઆરસી કહે છે કે મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં સલામતીનું જોખમ છે. તેના ટેક્નિકલી પાસાં છે.
યોજના અમલમાં મૂકતા પહેલા તેના પર કામ કરવાની જરૂર છે. ડીએમઆરસી કહે છે કે જો મહિલા મુસાફરોને સમાન રીતે સુરક્ષા દરવાજાને પાર કરવાની પરવાનગી આપવામાં આવે તો સુરક્ષા જોખમમાં આવશે. જણાવીએ કે અરવિંદ કેજરીવાલ સતત નવી દિલ્હીના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓને જાણી રહ્યા છે. તેઓ તેમની સરકારની સિદ્ધિઓની ગણતરી પણ કરી રહ્યા છે.
આ યોજનાના અમલ પર મુખ્યમંત્રી કેજરીવાલ કહે છે કે દિલ્હી સરકારનો ખજાનો બચતમાં છે બાકીના પૈસા દિલ્હીના લોકોના છે જેમણે ટેક્સ તરીકે ચૂકવણી કરી છે. અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને અમે ટેક્સમાં વધારો કર્યો નથી. આ રીતે, દિલ્હીના લોકો તેમના પૈસા તેમના પર ખર્ચ કરશે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં DTC અને મેટ્રોમાં મુસાફરી કરતા 33% લોકો મહિલા છે.
