Farmer Agitation/ ખેડૂત આંદોલન પર બ્રિટિશ સાંસદોની ચર્ચા પર ભારતે વ્યક્ત કરી નારાજગી, ચર્ચામાં ખોટા દાવા અંગે ભારતને વાંધો

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઇકમિશને ભારતમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દાને લઈ એક ઇ-પિટિશન પર કેટલાક સાંસદો વચ્ચે થયેલી ચર્ચાની નિંદા કરી છે. ભારતીય હાઇકમિશને સોમવારે સાંજે બ્રિટનના સંસદ પરિસરમાં થયેલી ચર્ચાની નિંદા કરતા કહ્યું કે, આ એક તરફી ચર્ચામાં ખોટા દાવા […]

World

બ્રિટનની રાજધાની લંડનમાં ભારતીય હાઇકમિશને ભારતમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દાને લઈ એક ઇ-પિટિશન પર કેટલાક સાંસદો વચ્ચે થયેલી ચર્ચાની નિંદા કરી છે.

ભારતીય હાઇકમિશને સોમવારે સાંજે બ્રિટનના સંસદ પરિસરમાં થયેલી ચર્ચાની નિંદા કરતા કહ્યું કે, આ એક તરફી ચર્ચામાં ખોટા દાવા કરવામાં આવ્યા છે. હાઇ કમિશને એક નિવેદનમાં કહ્યું કે, ખૂબ જ અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાને બદલે કોઈ મજબૂત આધાર વગર જ ખોટા દાવા કરવામાં આવ્યા…તેનાથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પૈકી એક અને તેના સંસ્થાનો પર સવાલ ઊભા થયા છે.

ખેડૂત આંદોલન પર આ કારણે બ્રિટનની સંસદમાં થઈ ચર્ચા

આ ચર્ચા એક લાખથી વધુ લોકોના હસ્તાક્ષરવાળી ઇ-પિટિશન પર કરવામાં આવી. ભારતીય હાઇ કમિશને આ ચર્ચા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જોકે, બ્રિટનની સરકાર પહેલા પણ ભારતના ત્રણ નવા કૃષિ કાયદાના મુદ્દાને ભારતનો ઘરેલુ મામલો ગણાવી ચૂકી છે.

બ્રિટિશ સરકારે ભારતની મહત્તાને રેખાંકિત કરતા કહ્યું કે, ભારત અને બ્રિટન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સારા હેતુ માટે એક જૂથના રૂપમાં કામ કરે છે અને બંને દેશોની વચ્ચે દ્વીપક્ષીય સહયોગ અનેક વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે. ભારતીય હાઇકમિશને કહ્યું કે, તેને આ ચર્ચા પર પ્રતિક્રિયા આપવી પડી કારણ કે તેમાં ભારતને લઈ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.