દિલ્હી,
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળો પર ગઈકાલે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના પ્રત્યે વિશેષ સ્નેહ રાખનારા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો છે. આ હુમલાને લઈ ગંભીરે દુઃખ વ્યક્ત કરી ટ્વીટર પર કહ્યું છે કે, પાકિસ્તાન સમર્થિત આ આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપવો જોઇએ.
ગંભીરે ટ્વીટ કરી લખ્યુ, ‘હાં, વાત કરીએ છીએ અલગાવવાદીઓ સાથે, વાત કરીએ છીએ પાકિસ્તાન સાથે પરંતુ આ વખતે વાતચીત ટેબલ પર નહી પણ મેદાન-એ જંગમાં થવી જોઇએ.હવે ઘણુ થયુ.
વિરાટ કોહલીએ ટ્વીટ કરતાં કહ્યું કે ‘પુલવામામાં થયેલા હુમલામાં શહીદ સૈનિકો પ્રત્યે દિલથી સહાનુભૂતી અને ઇજાગ્રસ્ત જવાનોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂ છું.
વિરેન્દ્ર સેહવાગે સુધર જાઓ વર્ના સુધાર દેગે હેશટેગ સાથે ટ્વીટ કરી કહ્યું કે , જમ્મુ-કાશ્મીરમાં અમારા સીઆરપીએફ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાથી ઘણો દુખી છું, આ હુમલામાં અમારા કેટલાક બહાદુર જવાન શહીદ થયા છે. દુખને યાદ કરવા માટે મારી પાસે કોઇ શબ્દ નથી, હું તે ઘાયલ જવાનોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂ છું.
Really pained by the cowardly attack on our CRPF in J&K in which our brave men have been martyred . No words are enough to describe the pain. I wish a speedy recovery to those injured.#SudharJaaoWarnaSudhaarDenge
— Virrender Sehwag (@virendersehwag) February 14, 2019
મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પુલવામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને આતંકી હુમલો કર્યો હતો.જેમાં ૪૪ જવાન શહીદ થઇ ગયા હતા.
