Not Set/ પાકિસ્તાનનાં દાવાને ભારતે આપ્યો રદીયો, વાતચીત માટે સાનુકુળ વાતાવરણ જરૂરી

ભારત દ્રારા ગુરુવારે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા તૈયાર હોવાનાં મીડિયા અહેવાલોને સ્પષ્ટ રદીયો આપવામા આવ્યો છે. ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારને પાકિસ્તાની મીડિયામાં પ્રગટ થઇ રહેલાઅહેવાલો વિશે પૂછવામા આવતા કુમારે તે અહેવાલો સંપૂર્ણ પણે ખોટા હોવાનું જણવાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત રાજદ્વારી પ્રથાઓ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ બાબતોના […]

India World

ભારત દ્રારા ગુરુવારે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા તૈયાર હોવાનાં મીડિયા અહેવાલોને સ્પષ્ટ રદીયો આપવામા આવ્યો છે. ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારને પાકિસ્તાની મીડિયામાં પ્રગટ થઇ રહેલાઅહેવાલો વિશે પૂછવામા આવતા કુમારે તે અહેવાલો સંપૂર્ણ પણે ખોટા હોવાનું જણવાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત રાજદ્વારી પ્રથાઓ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ બાબતોના પ્રધાન ડૉ એસ. જયશંકરે  પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરેશી દ્વારા મેળવેલા અભિનંદન સંદેશાઓનો જવાબ આપ્યો હતો. 

તેમના સંદેશામાં વડા પ્રધાન મોદી અને ડૉ. જયશંકરએ કહ્યું હતું કે  ભારત, પાકિસ્તાન સહિતના તમામ પડોશીઓ સાથે સામાન્ય અને સહકારી સંબંધો ઇચ્છે છે. કુમારે કહ્યું કે વડા પ્રધાનએ તેમના સંદેશામાં કહ્યું હતું કે આ માટે આતંકવાદ અને હિંસાથી મુક્ત વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી બાબતોના મંત્રી જયશંકરે આતંકવાદ અને હિંસાનાં પડકારવા  સાઅનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આપને જણવી દઇએ કે પાકિસ્તાનનાં અખબારમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ પાકિસ્તાનના પ્રદેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત, પાકિસ્તાન અને અન્ય પ્રાદેશિક દેશો સાથે વાત કરવા માટે તૈયાર છે. ભારતીય નેતૃત્વ કહે છે કે સંવાદની રજૂઆત સાથે, આતંકવાદને દૂર કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.