બેંગલુરુ,
બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2019 ના આયોજન દરમિયાન વધુ એક મોટો અકસ્માત થયો છે, જેમાં લગભગ 300 વાહનો બળીને ખાક થઈ ગયા છે. શનિવારે આયોજન સ્થળની નજીક કાર પાર્કિંગ એરિયામાં ભીષણ આગ લાગી ગઈ જેના ચપેટમાં આવીને લગભગ 300 વાહનો નાશ થઇ ગયા. આ પહેલા એયરો ઇન્ડિયા શોમાં બે સૂર્ય કિરણ જેટ વિમાનોના ટકરાવાથી ગંભીર અકસ્માત થયો હતો.
#AeroShowOpenParkingAreaFire
In all, 300 cars burnt in the fire incident. Fire fully extinguished now. 10 Fire Force and 5 other fire engines fought the fire under the leadership of Chief Fire Officer, West.— M.N.Reddi, IPS (@DGP_FIRE) February 23, 2019
કર્ણાટક ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આગ ઓલવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સૂકા ઘાસમાં લાગેલ આગથી આકાશમાં ચારે બાજુ ધુમાડો ધુમાડો થઇ ગયો છે. ધુમાડાથી એરો ઇન્ડિયા શોને હાલ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને આકાશને સાફ થઈ ગયા પછી જ પ્લેનની ઉડાન થઇ શકશે.
https://twitter.com/KarFireDept/status/1099206877500469248
ફાયર ડિપાર્ટમેન્ટના ડીજી અનુસાર, આ આગથી 100 થી વધુ કારો આગના ચપેટામાં આવી છે.સાથે જ તેમને કહ્યું કે પાર્કિંગમાંથી કારને હટાવીને આગ પર કાબુ મેળવામાં અવી રહ્યો છે. સાથે જ આ ઘટનામાં કોઈને પણ કોઈ નુકસાન થયું નહોતું. ડીજીના જણાવ્યા મુજબ, વધુ પવન અને સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાઇ ગઈ.
#WATCH Nearly 80-100 cars gutted after fire broke out in dry grass at the car parking area near #AeroIndia2019 venue in Bengaluru pic.twitter.com/xGdDKm4D3V
— ANI (@ANI) February 23, 2019
હવામાં ટકરાયા હતા સૂર્ય કિરણ જેટ…
મંગળવારે એયર શો દરમિયાન યેલહાંકા એરપોર્ટ પર બે સૂર્યકિરણ ટીમોના બે હોક વિમાન એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં એક પાઇલટનું અવસાન થયું છે. બંને એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડતા હતા પરંતુ જ્યારે તેઓ આકાશમાં પહોંચ્યા ત્યારે તેઓ એકબીજા સાથે અથડાયા. એકબીજા સાથે ટકરાયા પછી, જ્યારે પ્લેન નીચે પડ્યા ત્યારે આગ લાગી ગઈ. વિંગ કમાન્ડર સાહિલ ગાંધીનું અવસાન થયું, જ્યારે આ વિંગ કમાન્ડર વીટી શેલ્કે અને સ્ક્વોડ્રોન લીડર ટીજે સિંહ ઘાયલ થયા હતા.
સેના પ્રમુખે ભરી હતી ઉડાન…
બેંગલુરુના આ એયરો ઇન્ડિયા શોમાં ગુરુવારે સેના પ્રમુખ જનરલ બીપીન રાવતે ફાઇટર વિમાન તેજસમાં ઉડાન ભરી. આ એવો પહેલો મોકો છે જ્યારે સેનાના વડા ફાઇટર વિમાનમાં ઉડાન ભરી હોય. આર્મી ચીફ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજાસના ટૂ સીટર વિમાનમાં પાછળ બેઠા જોવા મળ્યા. આ સમય દરમિયાન તે તેજસની શક્તિ વિશે પણ જાણ્યું. શનિવારે, બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ બેંગ્લોર એયર શોમાં ફાઇટર વિમાન તેજસમાં ઉડાન ભરી છે.
