ચિત્તૂર જિલ્લામાં એક કાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો જીવતા સળગી ગયા હતા. જિલ્લાના બેંગ્લોરથી પલમનેરૂ જઇ રહેલી એક હાઇ સ્પીડ કાર અચાનક ગંગવરમ નજીક આચનક અનિયંત્રિત પડી ગઈ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ખાડામાં પડતાં જ કારને આગ લાગી હતી.
આ અકસ્માતમાં કારમાં બે બાળકો સહિત કુલ પાંચ લોકોના બળી જવાથી મોત નિપજ્યાં હતા, જ્યારે એકની હાલત ગંભીર છે. મૃતકોની ઓળખ સાંઇ સુષ્મિતા, જહાનવી, તેજા, કલાવતી તરીકે થઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા લોકો તિરૂપતિના રહેવાસી છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
