Not Set/ ભારત અને માલદીવ વચ્ચે પહેલીવાર શરૂ થશે ફેરી બોટ સર્વિસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદીવના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.પીએમ મોદીના આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે કેટલાંક કરાર થયા હતા.ભારત અને માલદીવે બંને દેશો વચ્ચે બોટ  ચલાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.ભારત અને માલદીવ વચ્ચે પહેલી વખત ફેરી બોટ ચલાવવા માટે સહમતી બની છે. આ બોટ કેરળના કોચિનથી માલદીવની રાજધાની માલે સુધી(કુલ્હૂધુફુશી એટોલ થઈને)આવશે.આ બોટ […]

Top Stories India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદીવના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.પીએમ મોદીના આ પ્રવાસમાં બંને દેશો વચ્ચે કેટલાંક કરાર થયા હતા.ભારત અને માલદીવે બંને દેશો વચ્ચે બોટ  ચલાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.ભારત અને માલદીવ વચ્ચે પહેલી વખત ફેરી બોટ ચલાવવા માટે સહમતી બની છે.

આ બોટ કેરળના કોચિનથી માલદીવની રાજધાની માલે સુધી(કુલ્હૂધુફુશી એટોલ થઈને)આવશે.આ બોટ સર્વિસ ચાલુ થયા પછી બન્ને દેશોના સંબંધમાં મજબૂતાઈની સાથે સાથે પર્યટન ક્ષેત્રે પણ વધારો થશે.

કોચ્ચિ અને માલે વચ્ચેનું અંતર 700 કિમી છે જ્યારે કોચ્ચિથી કુલ્હૂધુફુશીના વચ્ચેનું અંતર 500 કિમી છે.પીએમ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે અધિકારીઓને બન્ને દેશો વચ્ચે બોટ સેવા શરુ કરવાની દિશામાં કામ આગળ વધારવા માટે કહ્યું છે.

આ અંગે પીએમ   મોદીએ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચે બોટ સેવા શરૂ થવાથી ઘણો ખુશ છું. વિદેશ સચિવ વિજય ગોખલેનાજણાવ્યા પ્રમાણે મોદી અને સોલિહ વચ્ચેની ચર્ચા દરમિયાન બોટ સેવા પર ચર્ચા થઈ હતી. તેમણે એવું પણ કહ્યું કે આ પહેલી વખત છે જ્યારે ભારતથી માલદીવની રાજધાની સુધી યાત્રી અને ફેરી બોટ ચલાવવામાં આવશે.