મુંબઇ,
ચંદીગગઢની જેડબ્લ્યુ મેરિયટ હોટલમાં બે કેળા માટે લેવામાં આવેલા 442 રૂપિયા તમને અધધધ લાગ્યા હોય તો તમારે ફરીથી વિચારવાની જરૂરી છે. કેમ કે એક ટ્વિટર યુઝરે મુંબઇની ફોર સીઝન્સ હોટલમાં બે બાફેલા ઇંડા માટે રૂ. 1,700 ચૂકવ્યા છે. અભિનેતા રાહુલ બોઝના કેળાના વિવાદ બાદ ચંદીગઢમાં આબકારી અને કરવેરા વિભાગે જેડબ્લ્યુ મેરિયટ હોટલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
https://twitter.com/KartikDhar/status/1160117590292754432
કાર્તિક ધરને ટ્વિટર પર બિલનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું છે કે, ‘ફોર સીઝન્સ હોટલમાં બે ઇંડાની કિંમત 1700 રૂપિયા છે’. કાર્તિકે રાહુલ બોઝને પોસ્ટના કેપ્શને ટેગ કર્યું છે અને લખ્યું છે કે, “શું ભાઈ આંદોલન કરે છે?”
એક યુઝરે લખ્યું, “શું આ ઇંડા સાથે સોનું પણ બહાર આવ્યું છે?” જયારે બીજા એક યુઝરે લખ્યું કે મુરઘી જરૂર કોઈ અમીર ઘરમાંથી છે.’
“ઓલ ક્વીન્સ મેન” ના લેખક દ્વારા પોસ્ટ થયેલ બિલમાં દેખાય છે કે હોટેલએ તેમને બે ઇંડા માટે અધધ રકમ ચુકવવા જણાવ્યું હતું અને હોટલે કિંમત એટલી જ વસુલી છે.
બે ઇંડાના 1700 રૂપિયા ચુકવાયા પછી શરૂ થયેલા આ વિવાદ અંગે હવે હોટલ નિવેદન બહાર પાડશે.
આ ટ્વિટ અંગે ઉગ્ર ટિપ્પણી કરવી.સંદીપ દિક્ષિત નામના વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભાઈએ ઝાડની નીચે જઈને લારી પરથી ખાવાનું રાખે. તે ગરીબ લોકો માટે સારું રહેશે, તમે પણ આ ફાઈવ સ્ટાર કલ્ચરની બહાર આવો બચી શકશો. તો અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘જરૂરી નથી કે ઈંડું મુરઘીનું હોય, તે ડાયનાસોરનું પણ હોઈ શકે છે.’
તો બીજા એક યુઝરે લખ્યું, ‘મુરઘી કરતા ઇંડા મોંઘા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
