હવા પ્રદૂષણની વિકટ પરિસ્થિતિને કારણે દિલ્હીમાં રાજકીય યુદ્ધ શરૂ થયું છે. ભાજપ આ માટે આમ આદમી પાર્ટીની સરકારને દોષી ઠેરવી રહ્યું છે, ત્યારે કેજરીવાલની સરકાર ભાજપની ખામીઓ ગણવામાં પાછળ નથી હતી રહી.આ દરમિયાન, શહેરી વિકાસ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિની બેઠક મળી હતી પરંતુ આ બેઠકમાં અમુક જ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, તો કેટલાક આવ્યા નહોતા. આશ્ચર્યજનક વાત એ છે કે 29 માંથી ફક્ત 4 સભ્યો જ પહોંચ્યા હતા. આ લિસ્ટમાં દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનું નામ પણ છે જે આ અગત્યની મિટિંગમાં પહોંચ્યા નહોતા. જે બાદ ફરી આક્ષેપોનો દોર શરૂ થયો. આ દોરમાં AAP એ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરના ‘ગુમ થયા’ હોવાના ફોટા દિલ્હીની દીવાલો પર લગાવ્યા હતા.
प्रदूषण पर सियासत करने को बोलों तो @GautamGambhir हाज़िर हो जाएंगे
लेकिन जब काम करने की बात आती है तो @GautamGambhir हमेशा अपनी जिम्मेदारी से भागते हैं#ShameOnGautamGambhir https://t.co/OcfQsSmZU2 pic.twitter.com/2Tt6XftwCh
— AAP (@AamAadmiParty) November 15, 2019
આમ આદમી પાર્ટીએ ટ્વીટ પર જણાવ્યું હતું કે, આજની બેઠકની આશરે એક અઠવાડિયા પહેલા માહિતી આપવામાં આવી હતી. તે સ્પષ્ટ હતું કે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ છે. પ્રદૂષણ પર રાજનીતિ કરવાનું કહો તો ગૌતમ ગંભીર તરત જ હાજર થઇ જશે. પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે, ત્યારે તેઓ હંમેશાં તેમની જવાબદારીથી ભાગી જાય છે. શું પ્રદૂષણની તીવ્રતા કોમેન્ટ બોક્સ સુધી મર્યાદિત છે.
ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ તસવીર શેર કરી છે, જેમાં તે અને ગૌતમ ગંભીરને એન્જોય કરતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર ઈંદોરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ટેસ્ટ મેચ ચાલી રહી છે, જેના સંબંધમાં તે ત્યાં પહોંચ્યો છે.
https://twitter.com/VVSLaxman281/status/1195189545160962048
નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે સરકાર સોમવારે ઓડ-ઇવન માટેની સમયમર્યાદા વધારવાનો નિર્ણય લેશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ઉપરોક્ત મુજબ હવાની ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, અમે કોઈ કારણ વિના ઓડ-ઈવન લાદવા માંગતા નથી. આપણે હવાની ગુણવત્તા જોશું. જો તે સુધરે છે, તો અમે આ યોજનાનો અમલ કરીશું નહીં. નહિંતર, સોમવારે સવારે, અમે ઓડ-ઇવન યોજના માટેની સમયમર્યાદા લંબાવી લેવાનો નિર્ણય લઈશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
