ભારતીય વાયુસેનાની નવી તાકતની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ ફ્રાન્સ સ્થિત દસોલ્ટ એવિએશન મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસેથી પ્રથમ લડાકુ વિમાન મેળવ્યું છે. એએનઆઈના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ એરક્રાફ્ટનો ટેલ નંબર આરબી -01 છે અને ભારતીય વાયુસેનાના એર માર્શલ વીઆર ચૌધરની આગેવાનીમાં ભારતીય વાયુસેના અધિકારીઓની ટીમે તેને હસ્તગત કરી હતી.
ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ એરક્રાફ્ટ માટે 60 હજાર કરોડના સોદા પર સાઇન થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા એરક્રાફ્ટ એક અસેપટેન્સ મોડ હેઠળ પ્રાપ્ત કરવામાં આવશે અને લગભગ સાત મહિના સુધી ફ્રાન્સમાં તેના પર પરીક્ષણ કરવામાં આવશે.
Indian Air Force (IAF) Sources: IAF received its first ‘acceptance’ Rafale combat aircraft from Dassault Aviation in France, yesterday. Deputy Air Force Chief Air Marshal VR Chaudhary also flew in the aircraft for around one hour. (file pic) pic.twitter.com/bzm0gwuVWd
— ANI (@ANI) September 20, 2019
સત્તાવાર રીતે 8 ઓક્ટોબરે આ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસના પ્રવાસે કરશે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નવા એરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયા ની હાજરીમાં રાફેલ ભારતીય વાયુસેનાને હેન્ડઓવર કરવામાં આવશે.
19 સપ્ટેમ્બરના રોજ રાફેલની ડિલિવરીનું ડેપ્યુટી એર ચીફ વીઆર ચૌધરીને Acceptance મળી છે. કોઈ પણ વિમાન અથવા હથિયાર મળે તે પહેલાં ઓપચારિક રીતે ‘acceptance’ થાય છે. પરંતુ તમામ પરીક્ષણો બાદ, આ વિમાનોનો સપ્લાય મે 2020 થી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
