Not Set/ મહારાષ્ટ્ર: ‘ફોન કોલ’ના વિવાદમાં યુવકે પાડોશીની કરી હત્યા, આરોપીની ધરપકડ

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફોન કોલ અંગેના વિવાદમાં યુવકે વૃદ્ધ દંપતી અને તેના પુત્રની  હત્યા કરી હતી. ઘટના બુધવારે રાત્રેની છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યાના  કારણો વિષે હજી ખૂલસો થયો નથી. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ચિકલથાણા વિસ્તારમાં રહેતો અમોલ બોર્ડેને તેના પાડોશી ભગવાન બોરાડે સાથે […]

India

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ફોન કોલ અંગેના વિવાદમાં યુવકે વૃદ્ધ દંપતી અને તેના પુત્રની  હત્યા કરી હતી. ઘટના બુધવારે રાત્રેની છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યાના  કારણો વિષે હજી ખૂલસો થયો નથી. પોલીસે જણાવ્યું કે તેઓ આ મામલે આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ચિકલથાણા વિસ્તારમાં રહેતો અમોલ બોર્ડેને તેના પાડોશી ભગવાન બોરાડે સાથે ફોન પર બોલાચાલી કરી હતી. બુધવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ અમોલ   ભગવાનના ઘરે ઘુસી ગયો હતો અને તેની હત્યા કરી હતી. ભગવાનની ચીસો સાંભળીને તેના માતાપિતા તેના ઓરડામાંથી બહાર આવ્યા અને પુત્રને અમોલથી બચાવવા લાગ્યા. આ દરમિયાન આરોપીઓએ તેના ઉપર હુમલો પણ કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં પહોંચતા પહેલા ત્રણેયનું મોત નીપજ્યું હતું. અમોલની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેણે ત્રણેયને કેમ માર્યા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.