એક જ ક્લાસમાં તાલીમ લેતા નવયુવાનો જ્યારે ટોચ પર પહોંચીને સમાન પદવીઓ પર સાથે કામ કરે તેવું ભાગ્યે જ બને છે.દેશની હાઈએસ્ટ મિલિટરી પોઝિશન પર આવો યોગાનુયોગ જોવા મળ્યો છે. હાલ નવ નિયુક્ત આર્મી ચીફ, એર સ્ટાફના વડા અને નૌકાદળના વડા કલાસ મેટ રહી ચૂક્યા છે.
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે 31 ડિસેમ્બરના રોજ આર્મીના આગામી ચીફ બનવા જઈ રહ્યા છે. બિપિન રાવતની જગ્યાએ મનોજ મુકુંદ 28 માં આર્મી ચીફ બનશે, પરંતુ આ એક અનોખો સંયોગ છે કે તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (એનડીએ) માં તાલીમ લેતાં એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા સાથે હતા.
નેશનલ ડિફેન્સ એકેડમીમાં ત્રણેય અધિકારીઓએ સાથે તાલીમ લીધી છે.એડમિરલ કરમબીર સિંહે 31 મી માર્ચે 24 મી નૌસેના ચીફ તરીકેનો હવાલો સંભાળ્યો હતો જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ એર ચીફ માર્શલ ભદૌરિયા 26 માં એર ચીફ બન્યા હતા. ત્રણેયે એનડીએમાં ત્રણ વર્ષ એક સાથે વિતાવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે ત્રણેય સૈન્ય વડાઓના પિતા પણ એરફોર્સના અધિકારી રહી ચૂક્યા છે.
નવરણે અને કરમબીર સિંહ સ્કૂલના દિવસોથી જ મિત્રો હતા
ત્રણેય વર્ષોની સખત તાલીમ બાદ નેવી, એરફોર્સ અને આર્મીમાં જોડાયા હતા. એવું ખૂબ જ ભાગ્યે જ જોવામાં આવ્યું છે કે એનડીએમાં અભ્યાસક્રમના સાથીઓ સાથે મળીને ઉચ્ચ પદ પર પહોંચે છે.
આપને જણાવી દઈએ કે એનડીએમાં તાલીમ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ નવરણે અને એર ચીફ માર્શલ ભદૌરિયા ‘લિમા સ્કવોડ્રન’ માં હતા જ્યારે એડમિરલ કરમબીર સિંહ ‘હન્ટર સ્ક્વોડ્રન’ માં હતા. એનડીએ આવતાં પહેલાં લેફ્ટનન્ટ જનરલ નવરણે અને એડમિરલ કરમબીર સિંહે એક જ સ્કૂલમાંથી સાથે અભ્યાસ કર્યો હતો. તેમની મિત્રતા તે સમયથી અકબંધ હતી. નવરણે પણ સરહદો પર અથવા કાશ્મીરમાં દુશ્મનો સામે મોરચો લેવાનો લાંબો અનુભવ મેળવ્યો છે. 22 એપ્રિલ 1960 ના રોજ જન્મેલા નવરણે 28 મહિનાનો કાર્યકાળ રહેશે.
સેવાના નિયમો અનુસાર, આર્મી ચીફ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની વય સુધી પદ પર ચાલુ રાખી શકે છે જ્યારે ત્રણ સ્ટાર જનરલો (લેફ્ટનન્ટ જનરલ,એર માર્શલ અને વાઈસ એડમિરલ) 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
