Navratri/ PM મોદીએ નવરાત્રીનાં પાવન પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આજથી માઁ જગદંબાની આરાધનાનો મહાઉત્સવ શરૂ થઇ રહ્યો છે. આ વર્ષે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગતા અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા જાહેરમાં યોજાશે નહિં.

Top Stories India

આજથી માઁ જગદંબાની આરાધનાનો મહાઉત્સવ શરૂ થઇ રહ્યો છે. આ વર્ષે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગતા અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા જાહેરમાં યોજાશે નહિં. સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી લોકો ઘરમાં રહીને જ કરશે નવરાત્રી પાવન પર્વ પર પર પીએમ મોદીએ દેશવાસીઓ શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ શનિવારે શરદ નવરાત્રીની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું, ‘નવરાત્રીના શુભ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી!’

વડાપ્રધાને ટ્વીટ કરી કે ॐ देवी शैलपुत्र्यै नमः॥ નવરાત્રીના પહેલાં દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી, આપણો ગ્રહ સુરક્ષિત, સ્વસ્થ અને સમૃદ્ધ હોઇ શકે છે. તેમના આશીર્વાદથી આપણે ગરીબોના જીવનમાં એક સકરાત્મક બદલાવ લાવવાની શક્તિ મળે છે.

નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી લાંબો અને વધુ સમય સુધી ઉજવાતો તહેવાર છે. આ પાછળનું ધાર્મિક કારણ એ છે કે, માતાજીએ સતત નવ દિવસ સુધી જુદા જુદા સ્વરૂપ સાથે રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ પ્રત્યેક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ દરેક સ્વરુપના ગુણ અને ખૂબીઓ જુદી જુદી છે. આમ તો દરેક તિથિમાં પૂનમ અને આઠમનું ખૂબ મહત્વ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ