નવી દિલ્હી,
પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ રવિવારે એ વાતને નકારી છે કે તે કોંગ્રેસમાં સામેલ થઇ છે. તો બીજી બાજુ, કોંગ્રેસે તેમના સભ્યપદ ફોર્મને જારી કરતા જણાવ્યું કે એક દિવસ પહેલા માત્ર સપના જ નહીં, પણ તેમની બહેન પણ કોંગ્રેસના સભ્યપદ લીધું હતું.
એક દિવસ પહેલાં જ શનિવારે રાત્રે યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરે સપનાની પ્રિયંકા ગાંધી વાડ્ર્રા સાથે એક તસ્વીરને ટ્વિટ પર પોસ્ટ કરતા તેનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. બીજે દિવસે, જ્યારે સપનાએ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેના ફોટાને જુનો કહેતા પોતાને કોંગ્રેસમાં સામેલ થવાની વાતને નકારી, તો પાર્ટીએ કકળાટથી બચવા માટે સપનાના સાઈન વાળા સભ્યપદ ફોર્મ જારી કર્યું છે.
Picture of Congress Membership Form with Sapna Chaudhary's name and signature on it and fee receipt from yesterday. Today, Haryanavi singer and dancer Sapna Chaudhary has claimed that her pictures are old and she is not a part of any political party. pic.twitter.com/6kCUGlWvE3
— ANI (@ANI) March 24, 2019
યુપી કોંગ્રેસના સચિવ નરેન્દ્ર રાઠીએ સપના સાથે તેની એક તસ્વીર શેર કરતા જણાવ્યું કે હરિયાણવી ડાન્સરે કોંગ્રેસની ઉમેદવારી ફોર્મ ભરીને પક્ષની સદસ્યતા મળવી છે. ફોટામાં સપના ચૌધરી કાગળ પર કંઈક લખી રહી હોય તેમ જોવા મળી રહી છે. રાઠીએ સપનાના સદસ્યતા ફોર્મને પણ બતાવ્યું છે, જેના પર તેનો ફોટો અને સાઈન છે અને તેના આધારે તેમને રૂ. 5 નું સભ્યપદ ફી આપીને 23 માર્ચના રોજ કોંગ્રેસમાં સામેલ થઇ છે.
Narendra Rathi (in pic 1 from yesterday with Sapna Chaudhary), UP Congress Secretary: Sapna Chaudhary came and filled the membership form herself, her signature is on it. Her sister also joined the party yesterday, we have both of their forms. pic.twitter.com/tKIh0eWLxU
— ANI (@ANI) March 24, 2019
આ અગાઉ, સપના ચૌધરીએ રવિવારે કૉંગ્રેસમાં જોડાયા હોવાનો ઇનકાર કર્યો હતો. સપનાએ કહ્યું, “હું કોંગ્રેસમાં સામેલ નથી થઇ. પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની મારી તસ્વીર જૂની છે. હું કોઈ પણ પક્ષ માટે પ્રચાર નહીં કરું. ‘
#WATCH Haryanavi singer & dancer Sapna Chaudhary says, "I have not joined the Congress party. The photograph with Priyanka Gandhi Vadra is old." #LokSabhaElections2019 pic.twitter.com/brcvaKOAIQ
— ANI (@ANI) March 24, 2019
सपना चौधरी जी का कांग्रेस परिवार में स्वागत ! pic.twitter.com/I0yLHWTm0k
— Raj Babbar (@RajBabbar23) March 23, 2019
આપને જણાવી દઈએ કે હિન્દી ભાષી રાજ્યોમાં સપના ચૌધરી ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને યુવાનોમાં તો તેને લઈને એક અલગ જ પ્રકારની દિવાનગી છે. ઘણા દિવસો સુધી અટકળો હતી કે તે કોંગ્રેસમાં જોડાશે અને મથુરામાં ભાજપની હેમામાલિની સામે તેને ઉતારવામાં આવશે
