ભારતીય સૈન્ય અસાધારણ કામ કરવા માટે પણ જાણીતું છે. દેશની સરહદો હોય કે અન્ય કોઈ જગ્યા, સૈન્યના લોકો જરૂરિયાતમંદની સેવા માટે હંમેશા તત્પર રહે છે. દરેક સૈનિક દરેક નાગરિકના સન્માનની સુરક્ષા અને સંભાળ લેવાનું પોતાનું કર્તવ્ય માને છે. તાજેતરમાં, ભારતીય સેનાની ફરજ અને જવાબદારીની ભાવના સેંકડો મુસાફરોએ ટ્રેનમાં જોઈ હતી.
સેનાની મિલિટરી હોસ્પિટલમાં કામ કરતી ડોકટર કેપ્ટન લલિતા અને કેપ્ટન અમનદીપ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.તે સમયે તેમની બોગીમાં મુસાફરી કરનારી એક પ્રસૂતા મહિલા મુસાફરને લેબર પેઈન ઉપડ્યું હતું. ડોકટરો કેપ્ટન લલિતા અને કેપ્ટન અમનદીપ તેમની સીટ પરથી ઉભા થયા અને મહિલાની તપાસ માટે દોડી ગયા.
Captain Lalitha & Captain Amandeep, #IndianArmy 172 Military Hospital, facilitated in premature delivery of a passenger while traveling on Howrah Express.
Both mother & baby are hale & hearty.#NationFirst#WeCare pic.twitter.com/AFQGybwJJ6— ADG PI – INDIAN ARMY (@adgpi) December 28, 2019
ટ્રેનમાં જ બંને કેપ્ટનની મદદથી મહિલાની ડિલેવરી કરવામાં આવી હતી. બાદમાં, ભારતીય સેનાએ કેપ્ટન લલિતા અને કેપ્ટન અમનદીપના ટ્વિટર પર એક નવજાત બાળક સાથેની એક તસવીર પોસ્ટ કરી. તેમણે એમ પણ લખ્યું છે કે માતા અને બાળક બંને સ્વસ્થ છે.
ભારતીય સૈન્યના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું, ‘કેપ્ટન લલિતા અને કેપ્ટન અમનદીપ, # ઇન્ડિયન આર્મી 172 મિલેટ્રી હોસ્પિટલ, હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે મુસાફરની અકાળ ડિલિવરી કરવામાં મદદ કરે છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે.
ટ્વીટ સાથે શેર કરેલી તસવીરને અત્યાર સુધીમાં 18,000 થી વધુ લાઈક્સ અને 35,000 થી વધુ રીટ્વીટ મળી ચૂક્યા છે. સેંકડો સોશ્યલ મીડિયા યુઝર્સે આર્મી ડોક્ટરોને હીરો તરીકે ઓળખાવ્યા હતા. કેટલાકએ કહ્યું કે માતાપિતા પાસે હવે બાળકના નામ માટે બે વિકલ્પો છે. અહીં તમે પોસ્ટ પરની કેટલીક પ્રતિક્રિયાઓ જોઈ શકો છો.
સેના સતત બંને કેપ્ટન ડોકટરોના કામની પ્રશંસા કરી રહી છે અને ભારતીય આર્મીની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
