USA: 67 વર્ષીય ભારતીય મૂળ(Indian Origin)ની નર્સ લીલામ્મા લાલ પર અમેરિકા(USA)ની એક હોસ્પિટલમાં નફરતને લઈ હુમલો કરવામાં આવ્યો હતો. વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, આરોપી સ્ટીફન સ્કેન્ટલબરીએ નર્સ લીલામ્મા લાલ પર હુમલો (Attack) કરી તેના ભારતીય હોવા અંગે ટિપ્પણીઓ પણ કરી હતી. આ જીવલેણ હુમલામાં નર્સને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાથી આરોગ્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. દર્દીઓ તરફથી વારંવાર થતા દુર્વ્યવહાર અને અનાદર પ્રત્યે તેમણે હતાશા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ વિરોધ કર્યો છે કે દર્દીઓ ઘણીવાર આરોગ્યસંભાળ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરે છે. હુમલાના થોડા કલાકો પછી સ્થાનિક પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી શર્ટ અને જૂતા વગર મળી આવ્યો છે. આરોપી સ્કેન્ટલબરી પર નફરતના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો:લગ્નના નામે 17 યુગલો સાથે લાખોની ઠગાઈ : આફ્રિકામાં ભારતીય મૂળની મહિલાની ધરપકડ
આ પણ વાંચો:દુબઈમાં ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકે બનાવી 1 લાખ રૂપિયાની ‘ગોલ્ડ કડક ચા’
આ પણ વાંચો:સિંગાપોર પોલીસ સાથે ગેરવર્તનનો આરોપ, ભારતીય મૂળના 4 લોકો સામે કેસ નોંધાયો
