Indians Work Condition in Canada: આજે ભારતના દરેક યુવાનો વિદેશમાં ભણવાનું અને વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જુએ છે. દર વર્ષે લાખો યુવાનો IELTS ક્લિયર કરે છે અને વિદેશી કોલેજોમાં એડમિશન લે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોટાભાગના યુવાનો વિદેશમાં નોકરી કરે છે. આજકાલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે વિદેશી શિક્ષણ અને નોકરીઓનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભારતીય યુવક-યુવતીઓ કેનેડા જાય છે.
યુવાનો 10મું ધોરણ પૂરું કરે કે તરત જ તેઓ IELTSની તૈયારી કરવા લાગે છે. પેપરો ક્લિયર કર્યા પછી અને 12મું પૂરું કર્યા પછી, તેઓ કેનેડાની કોલેજોમાં એડમિશન લે છે. અડધાથી વધુ કોર્સ પૂરા થતાંની સાથે જ તેઓ પ્લેસમેન્ટ લે છે અને ત્યાં જોબ જોઇન કરે છે, પરંતુ ગૂગલમાં કામ કરનાર એક વ્યક્તિએ કેનેડામાં નોકરી કરતા ભારતીયોની હાલત વિશે કંઈક ખુલાસો કર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું કહી રહ્યો છે યુવક?
યુવકે તેના પગાર અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો
HTના રિપોર્ટ અનુસાર, ભારતીય યુવક પહેલા ગૂગલમાં કામ કરતો હતો અને હવે તેણે નવી નોકરી લીધી છે. તેણે કહ્યું કે તેને લાગે છે કે કેનેડામાં તેના ભારતીય કાર્ય અનુભવની કમી છે. તેમણે દાવો કર્યો છે કે ભારતમાં કામનો અનુભવ ધરાવતા યુવાનોને કેનેડામાં કંપનીઓ દ્વારા અવગણવામાં આવે છે. ભારતીય મૂળના ડિજિટલ સર્જક અને પ્રખ્યાત ઈન્સ્ટાગ્રામ પેજ ‘સેલરી સ્કેલ’ના માલિક પીયૂષ મોંગા વીડિયોમાં એક યુવકનો ઈન્ટરવ્યુ લેતા જોવા મળે છે.
ઈન્ટરવ્યુ આપનાર યુવક છેલ્લા એક વર્ષથી કેનેડામાં પ્રોસેસ ઈન્વેન્ટરી એસોસિયેટ તરીકે કામ કરે છે. તેણેએ અગાઉ ગૂગલ ઇન્ડિયામાં 3 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે, પરંતુ કેનેડામાં તેના વર્તમાન પગાર અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. વાર્ષિક 17,500 ડોલર કમાતા યુવકે કહ્યું કે આટલી ઓછી આવકમાં કેનેડામાં ટકી રહેવું મુશ્કેલ છે તેના પરિવારને પૈસા મોકલવાનું દૂરનું સ્વપ્ન છે.
View this post on Instagram
કેનેડાને ભારતીયો જોઈતા નથી
વીડિયોમાં ભારતીય યુવક કહી રહ્યો છે કે જ્યારથી હું અહીં આવ્યો છું ત્યારથી હું મારા રિઝ્યૂમેમાં મારા અનુભવને ઓછો આંકી રહ્યો છું કારણ કે રિક્રુટર્સ ભારતમાં મારા કામની ગણતરી કરતા નથી. તેનો કોઈ અર્થ નથી. હું હજુ પણ નોકરી શોધી રહ્યો છું અને કેનેડિયન કંપનીઓ કેનેડિયન ઉમેદવારો શોધી રહી છે, ભારતીય ઉમેદવારોને નહીં.
કેવા છે ભારત-કેનેડા સંબંધો?
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કેનેડાએ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને કેસમાં વિદેશી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો હતો. ભારતને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું અને કેનેડામાં ભારત પ્રત્યે લોકોનો અભિપ્રાય બગડ્યો હતો. એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના સર્વેક્ષણ દર્શાવે છે કે માર્ચ 2023 પછી માત્ર 33 ટકા કેનેડિયનો ભારત વિશે યોગ્ય સમજ ધરાવે છે. 54 ટકા લોકોની નજરમાં ભારતની છબી નકારાત્મક છે.
આ પણ વાંચો:શા માટે ભારતીય વિદ્યાર્થીઓેએ કેનેડાને બદલે અન્ય દેશ પર પસંદગી ઉતારી જાણો
આ પણ વાંચો:કેનેડામાં સ્ટડી વિઝાની રાહ જોઈ રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો ફટકો
