Canada News/ કેનેડામાં વિઝાના નિયમો કડક કરાતા ભારતીયોને કપરી સ્થિતીનો સામનો કરવો પડશે

સરકારે આ વર્ષની શરૂઆતમાં SOWP સંબંધિત ફેરફારોની પણ જાહેરાત કરી હતી

Top Stories World
Beginners guide to 2024 10 02T181356.154 કેનેડામાં વિઝાના નિયમો કડક કરાતા ભારતીયોને કપરી સ્થિતીનો સામનો કરવો પડશે

Canada News : કેનેડામાં વિઝાના નિયમો કડક કરવામાં આવી રહ્યા છે. તે સિવાય વર્ક પરમિય પણ કાપવામાં આવી રહી છે.અભ્યાસ પરમિટ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પર મર્યાદા લાદ્યા પછી કેનેડા સરકાર હવે ‘સ્પાઉઝલ ઓપન વર્ક પરમિટ’ (SOWPs) પર કડક કાર્યવાહી કરી રહી છે. કેનેડા આગામી 3 વર્ષમાં SOWPમાં 100,000થી વધુ ઘટાડો કરશે. જે ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં કેનેડામાં કામ કરવાનું વિચારી રહ્યા હતા તેમના જીવનસાથીઓએ નુકસાન ઉઠાવવું પડશે.ખરેખર, કેનેડામાં SOWP એ વર્ક પરમિટ છે જે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના જીવનસાથીને આપવામાં આવે છે, જેથી તેઓ કાયદેસર રીતે દેશમાં રહી શકે અને કામ કરી શકે.

CIC રિપોર્ટ અનુસાર, ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અમે ડોક્ટરેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનસાથી, કેટલાક માસ્ટર પ્રોગ્રામ્સ પસંદગીના પ્રોફેશનલ પ્રોગ્રામ્સ અને કેટલાક પાયલોટ પ્રોગ્રામ્સ માટે SOWP લાયકાતના માપદંડો પર હજી વધુ મર્યાદા લાદવા જઈ રહ્યા છીએ.SOWP હેઠળ કેનેડામાં કામ કરવાની તક ફક્ત એવા વિદ્યાર્થીઓના જીવનસાથીઓને જ આપવામાં આવશે જેમનો માસ્ટર પ્રોગ્રામ ઓછામાં ઓછો 16 મહિનાનો છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં SOWP સંબંધિત ફેરફારોની પણ જાહેરાત કરી હતી. કેનેડા સરકારે કહ્યું હતું કે SOWP ફક્ત તે વિદ્યાર્થીઓના જીવનસાથીને આપવામાં આવશે જેઓ ‘ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન્સ’ (DLIs)માં અમુક માસ્ટર અથવા ડોક્ટરલ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે.

ઉચ્ચ-ડિમાન્ડ અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓના જીવનસાથી પણ SOWP લાભો માટે પાત્ર હોઈ શકે છે.2025 માટે તેની સ્ટડી પરમિટ મર્યાદામાં માસ્ટર્સ અને ડોક્ટરલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાના નિર્ણયથી પરિસ્થિતિ વધુ જટિલ છે. ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર 2025 માટે ઉપલબ્ધ 4,37,000 અભ્યાસ પરમિટમાંથી 12% આ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. જોકે, માસ્ટર્સ અને પીએચડી વિદ્યાર્થીઓ 2024માં અભ્યાસ પરમિટ પર લાદવામાં આવેલી મર્યાદાઓને આધિન નથી. પરંતુ આ વર્ષે કેનેડામાં પ્રવેશમાં ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇઝરાયેલ પર ઈરાનના હુમલા બાદ ટ્રમ્પે કહ્યું, ‘દુનિયા નિયંત્રણમાંથી બહાર થઈ રહી છે, અમે વૈશ્વિક આફતની નજીક છીએ’

આ પણ વાંચો:હિઝબોલ્લાહનો ખાતમો બોલાવવા ઇઝરાયેલ મક્કમ, લેબનોનમાં શરૂ ગ્રાઉન્ડ ઓપરેશન

આ પણ વાંચો:નસરલ્લાહ અંગે ઇરાની જાસૂસે જ ઇઝરાયેલને આપી હતી બાતમી