Not Set/ ચીન: કારાઓકે બારમાં આગ લાગતા 18 લોકોના મોત, 5 લોકો દાઝ્યાં

બેઈજિંગ, દક્ષિણ ચાઇનામાં મંગળવારે કારાઓકે બારમાં આગ લાગી હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા કારાઓકે બારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ૧૮લોકોના મોત થયા હતા. મીડિયા રીપોર્ટ પ્રમાણે સોમવારે મધ્યરાત્રીએ આગ લાગવાની આ ગંભીર ઘટના સામે આવી હતી.  આ […]

World

બેઈજિંગ,

દક્ષિણ ચાઇનામાં મંગળવારે કારાઓકે બારમાં આગ લાગી હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા કારાઓકે બારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ૧૮લોકોના મોત થયા હતા. મીડિયા રીપોર્ટ પ્રમાણે સોમવારે મધ્યરાત્રીએ આગ લાગવાની આ ગંભીર ઘટના સામે આવી હતી.  આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે પોલીસને શંકા છે કે આ આગ કોઈએ જાણી જાઈને લગાડી છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં સુરક્ષા નિયમો અને કાયદામાં છેલ્લા કેટલાક સમયથી બેદરકારી દાખવવામાં આવી રહી છે જેના કારણે આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૫માં સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટના કારણે ૩૮ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બેદરકારી બદલ ૨૧ લોકોને દોષિત જાહેર કર્યા હતા અને દોષિતોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

કિંગ્યુઆ સુરક્ષા વિભાગે આગ લાગવાની દુર્ઘટનાની તપાસ શરુ કરી છે. હાલ આ આગ અંગે કંઈ વધુ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.પરંતુ સ્થાનિક તંત્રનું કહેવુ છે કે આ આગ જાણી જાઈને લગાવામાં આવી હોવાની શક્યત સેવાઈ રહી છે. જો આ આગ લગાવવામાં જે કોઈ પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવશે.

આ સિવાય ગત વર્ષે બેજિંગમાં પણ આગ લાગવાની બે અલગ અલગ ઘટના સામે આવી હતી,  બેજિંગમાં લાગેલી આગમાં ૨૪થી વધુ આગમાં સળગીને મોતને ભેટ્યા હતા. તેમાં એક આગની દુર્ઘટનામાં ૧૯ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદથી બેજિંગમાં ફાયર સેફ્ટીની તપાસ શરુ કરવામાં આવી છે અને અધિકારીઓએ અસુરક્ષિ બિલ્ડિંગોની તપાસ અને ઓળખ કરીને તેને જમીનદોસ્ત કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.