Not Set/ કોંગોમાં જાતિ હિંસામાં 51થી વધુ લોકોના મોત

બુનિયા, ગોમા/ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો મધ્યઅફ્રીકી દેશ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના ઇતુરી પ્રાંતમાં ફાટી નીકળેલ જાતિ હિંસામાં ૫૧થી વધુ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે કાંગોના અશાંત ઈતુરી પ્રાંતથી આ હિંસા શરુ થઈ હતી. જે છેલ્લા બે દિવસથી યથાવત છે. આ હિંસામાં અત્યાર સુધી ૫૧ લોકોના મોત થઈ ચુક્યા છે. તેમજ હજી પણ […]

World

બુનિયા,

ગોમા/ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો મધ્યઅફ્રીકી દેશ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના ઇતુરી પ્રાંતમાં ફાટી નીકળેલ જાતિ હિંસામાં ૫૧થી વધુ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે કાંગોના અશાંત ઈતુરી પ્રાંતથી આ હિંસા શરુ થઈ હતી.

જે છેલ્લા બે દિવસથી યથાવત છે. આ હિંસામાં અત્યાર સુધી ૫૧ લોકોના મોત થઈ ચુક્યા છે. તેમજ હજી પણ આ આંકડો વધે તેવી આશંકા છે. અત્યારે મૃતદેહોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પહેલા ગત મહિને પણ જાતિય હિંસા ભડકી હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હેમા અને લેંડુ સમુદાય વચ્ચે અશાંતિ ફેલાયેલ છે, જેના કારણે હિંસા ભડકી રહી છે.

અત્યાર સુધી ૫૧ મૃતદેહ મળ્યા છે અને અન્ય મૃતદેહોની શોધ ચાલી રહી છે.  આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.  કાંગોના ઈટુરી પ્રાંતમાં ગત મહિને હિંસા થઈ હતી. જેમાં હેમા સમુદાયના ૨૩ લોકોની હત્યા થઈ હતી. જ્યારે લેંડુ સમુદાયના ૧૨ લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં ત્યાના એક અખબારને જાણકારી આપી હતી કે, કાંગોમાં જાતી હિંસામાં વર્ષ 1990માં પડોસી રાજ્ય રવાંડાથી આવી હતી. રવાંડાના ઉગ્રવાદીઓ કાંગોમાં આવીને હિંસા અને હુમલાઓ કરતા હતા.