નવી દિલ્હી
કરોડો યુસર્સનો ડેટા લીક્ના મામલે ફેસબુકને બહુ મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે અમેરિકાના સોશિયલ મીડિયા કંપનીના શેરમાં સોમવારે ૭ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. શેરની કિમત ઘટવાના લીધે ફેસબુકના સીઈઓ ઝકરબર્ગને માત્ર એક જ દિવસમાં ૬.૦૬ અરબ ડોલર એટલે કે ૩૬૫ અરબ રૂપિયાનું નુકશાન થયું છે. આ સમાચાર પછી અમેરિકન અને યુરોપિયન અધિકારીઓએ પણ ફેસબુકને જવાબ આપ્યો છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચુંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવાવાળું એક ફોર્મ ‘ કેમ્બ્રીઝ એનાલીટીકા’ પર આશરે ૫ કરોડ ફેસબુકના યુઝર્સની અંગત જાણકારી ચોરવાનો આરોપ છે. આ જાણકારીનો ઉપયોગ ચુંટણી દરમ્યાન કર્યો હતો.
ફેસબુક પહેલા પણ આ વાત જણાવી હતી કે, વર્ષ ૨૦૧૬માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી પહેલા આ પ્લેટફોર્મનો ઉપયોગ પ્રચાર- પ્રસાર કરનારા રશિયન લોકોએ કર્યો હતો. પરંતુ આ મામલાને લઈને ઝકરબર્ગ ક્યારેય સવાલોના ઘેરાવામાં નથી આવ્યા. આ બાબત પર હવે કદાચ સોશિયલ નેટવર્કની સાઈટ કડક રેગ્યુલેશન પણ બનાવી શકે છે. બ્રિટનના એક સાંસદ સભ્યએ કહ્યું હતું કે દેશના પ્રાઈવેસી વોચડોગને વધારે તાકાત મળવી જોઈએ.
