ન્યુયોર્ક,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને તેમની પત્ની વેનેસાના લગ્ન જીવનનો અંત આવવા જઈ રહ્યો છે. બન્ને વચ્ચે ટૂંક સમયમાં જ ડિવોર્સ થઈ શકે છે. મોડલ રહી ચુકેલી વેનેસા ટ્રમ્પે પબ્લિક કોર્ટમાં રાષ્ટ્રપતિના પુત્રથી અલગ થવા માટે ડિવોર્સ અરજી ફાઈલ કરી છે.
જુનિયર ટ્રમ્પે એક જ્વેલરી દુકાનની બહાર રીપોર્ટર્સ અને કેમેરાની સામે વેનિસાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. ત્યારે તેમણે હિરાની અંગુઠી પહેરાવી પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.
જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે, બન્ને વચ્ચે આખરે ડિવોર્સ થવાનુ કારણ શું છે. ટ્રમ્પના પુત્ર અને વેનેસા બન્નેની ઉંમર ૪૦ વર્ષની છે. બન્નેએ ૨૦૦૫માં લગ્ન કર્યા હતા અને તેમના ૧૨ વર્ષના લગ્ન જીવનમાં ૫ સંતાનો છે.
ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનમાં જુનિયર ટ્રમ્પ એક્ઝક્યુટીવ છે. ત્યારે આ ઓર્ગેનાઈઝેશન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયુ છે કે, ૧૨ વર્ષના લગ્ન જીવન બાદ બન્નેએ પોતાનો માર્ગ અલગ કરવાનો નિર્ણય કર્યો છે. તેમના ૫ સુંદર બાળકો છે. જે હંમેશા તેમની પ્રાથમિક્તા રહેશે.
Donald #Trump Jr, wife headed for divorce after 12 years
Read @ANI Story | https://t.co/QMF4OR1mlK pic.twitter.com/LcYp76PIX3
— ANI Digital (@ani_digital) March 16, 2018
ટ્રમ્પ રાજકારણમાં આવ્યા તે પહેલા વેનેસાની જુનિયર ટ્રમ્પ સાથે સગાઈ અને લગ્ન ન્યુયોર્કમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. આ દંપત્તિ સગાઈ પહેલા પણ ખૂબ ચર્ચામાં રહ્યુ હતું. જોકે હવે તેમના આ પ્રેમ પ્રકરણનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે બન્ને એકબીજાને ડિવોર્સ આપવા માટે સહમત છે. ત્યારે ટૂંક સમયમાં તેમના ડિવોર્સ થઈ શકે છે.
થોડાક મહિના પહેલા વેનેસા ટ્રમ્પે તેના પતિના નામથી એક પત્ર આવ્યો હતો જેને ખોલતા જ તેમાંથી એક સફેદ પાવડર નિકળ્યો હતો જેના લીધે તેમની તબિયત બગડી ગઈ ગઈ હતી.
