Not Set/ IPL 12 : ચેન્નઇ-મુંબઇ વચ્ચે આજે ફાઈનલમાં પહોચવા થશે જંગ

IPL સીઝન 12 ની સૌથી લોકપ્રિય ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંન્ડિયન્સ વચ્ચે આજે ફાઈનલમાં પહોચવા માટે જંગ થશે. આ મેચ રાત્રે 8 વાગે ચેન્નઇમાં રમાશે, જ્યા મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના હોમ ગ્રાઉંન્ડમાં રમવાનો લાભ થશે તો બીજી તરફ મુંબઈનાં ખેલાડીઓ પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે. આઇપીએલનાં લીગ મુકાબલાઓ હવે પૂર્ણ થઇ ગયા છે. […]

Uncategorized

IPL સીઝન 12 ની સૌથી લોકપ્રિય ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંન્ડિયન્સ વચ્ચે આજે ફાઈનલમાં પહોચવા માટે જંગ થશે. આ મેચ રાત્રે 8 વાગે ચેન્નઇમાં રમાશે, જ્યા મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના હોમ ગ્રાઉંન્ડમાં રમવાનો લાભ થશે તો બીજી તરફ મુંબઈનાં ખેલાડીઓ પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે.

આઇપીએલનાં લીગ મુકાબલાઓ હવે પૂર્ણ થઇ ગયા છે. આજથી પ્લેઓફ મુકાબલાની શરૂઆત થશે, જેમા ચેન્નઈ-મુંબઈની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં એકબીજા સામે હશે. આ મેચમાં જીત મેળવનારી ટીમ 12 મે નાં રોજ ફાઈનલ રમશે. જો કે અહી હારનારી ટીમને એક બીજી તક મળશે જેનો મુકાબલો 10 મે નાં રોજ થશે.  આપને જણાવી દઇએ કે, આ બંન્ને ટીમ આઈપીએલનો કપ ત્રણ-ત્રણ વખત જીતી ચુકી છે.

ચેન્નઈ માટે સારી વાત એ છે કે આ મેચ તેના ગઢમાં જ થઇ રહી છે. અહી ચેન્નઈનો રેકોર્ડ ખૂબ સારો છે. ચેન્નઈએ એમ એ ચિદંબરમ સ્ટેડિયમમાં કુલ 7 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી છે. જો કે મુંબઈ ટીમની વાત કરીએ તો આ ટીમનો સૌથી ધમાકેદાર બેટ્સમેન હાર્દિક પંડ્યા ફોર્મમાં ચાલી રહ્યો છે. મુંબઈ ટીમનું આ ચરણ સુધી પહોચવા પાછળનું કારણ હાર્દિક પંડ્યાની તોફાની બેટીંગ છે.