જયપુર,
જયપુરના સવાઈ માનસિહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૧૧ રને રોમાંચક વિજય મેળવ્યો છે. SRHની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૫૨ રનના ટાર્ગેટનો પીછો કરતા યજમાન રાજસ્થાન રોયલ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૪૦ રન જ બનાવી શકી હતી અને હૈદરાબાદની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો. આ સાથે જ હૈદરાબાદની ટીમે પોઈન્ટ ટેબલમાં ૧૨ પોઈન્ટ સાથે શીર્ષ સ્થાન હાંસલ કર્યું છે.
Take a look at the team standings after Match 28 of the #VIVOIPL pic.twitter.com/bWouZMndLx
— IndianPremierLeague (@IPL) April 29, 2018
સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયના હિરો ઝડપી બોલર સિદ્ધાર્થ કોલ, કેપ્ટન કેન વિલિયમસન અને ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ રહ્યા હતા. પરંતુ કેન વિલિયમસનને ૬૩ રનની કેપ્ટન ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. વિલિયમસને ૪૩ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા.
.@SunRisers beat #RR by 11 runs and are now on top in the #VIVOIPL Points Table. pic.twitter.com/Q1W4m64mvd
— IndianPremierLeague (@IPL) April 29, 2018
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૫૧ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા SRHની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૬ રન બનાવી આઉટ થયો હતો જયારે IPLની ૧૧મી સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા એલેક્સ હેલ્સે ૩૯ બોલમાં ૪૫ રન ફટકાર્યા હતા.
Captain Kane continues his pruple patch. Yet another 50 for the @SunRisers skipper #VIVIOIPL #RRvSRH pic.twitter.com/5u90lvA5mr
— IndianPremierLeague (@IPL) April 29, 2018
જો કે ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસનને ટીમનો એક છેડો સાચવી રાખતા ૪૩ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા. જયારે રાજસ્થાન તરફથી ઝડપી બોલર જોફ્રા આર્ચરે સૌથી વધુ ૩ વિકેટ જયારે ગૌતમે ૨ વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૫૨ ટાર્ગેટનો પીછો કરતા યજમાન રાજસ્થાન રોયલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૧૪૦ રન જ બનાવી શકી હતી. RRની પણ શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન ત્રિપાઠી માત્ર ૪ રન બનાવી ઝડપી બોલર સંદિપ શર્માનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે સંજુ સેમસને ૩૦ બોલમાં ૪૦ રન બનાવ્યા હતા.
બીજી બાજુ કેપ્ટન અજીન્ક્ય રહાનેએ ટીમનો એક છેડો સાચવી રાખતા ૫૩ બોલમાં અણનમ ૬૩ રન બનાવ્યા હતા પરંતુ પોતાની ટીમને તે વિજય અપાવી શક્યો ન હતો. હૈદરાબાદ તરફથી ઝડપી બોલર સિદ્ધાર્થ કોલે સૌથી વધુ ૨ વિકેટ જયારે સ્પિન બોલર રાશિદ ખાન અને બસિલ થમ્પીએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
