બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. હાઈ સ્કોરિંગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૨૦૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૧૯.૪ ઓવરમાં આ સ્કોરને વટાવી ટુર્નામેન્ટમાં પોતાની પાંચમી જીત હાંસલ કરી હતી.
That is it! King Dhoni seals it with a six and @ChennaiIPL have beaten #RCB by 5 wickets. The match witnessed 33 sixes, the most in any #VIVOIPL game#RCBvCSK pic.twitter.com/LfkABEPzjb
— IndianPremierLeague (@IPL) April 25, 2018
ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુ અને કેપ્ટન એમ એસ ધોની રહ્યા હતા. પરંતુ ધોનીને માત્ર ૩૪ બોલમાં ૭૦ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
BOOOOOM – @msdhoni brings up his half ton. Is this going down to the wire? @ChennaiIPL #VIVOIPL #RCBvCSK pic.twitter.com/dNdpeYqcWV
— IndianPremierLeague (@IPL) April 25, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૨૦૫ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૧૮ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.
જો કે ત્યારબાદ ઓપનર બેટ્સમેન ડી કોક અને કેપ્ટન કોહલીના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા મિ. ૩૬૦ એ બી ડિવિલિયર્સની જોડીએ બીજી વિકેટ માટે ૧૦૩ રનની ભાગીદારી નોધાવી હતી. ડી કોકે ૩૭ બોલમાં ૪ સિક્સર સાથે શાનદાર ૫૩ રન ફટકાર્યા હતા જયારે ડિવિલિયર્સે CSKના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૩૦ બોલમાં ૬૮ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. આ તુફાની ઇનિંગ્સ દરમિયાન ડિવિલિયર્સે ૮ ગગનચુંબી સિક્સર ફટકારી હતી.
Fifty up for this duo. Chinnaswamy is alive and kicking at the moment #VIVOIPL #RCBvCSK pic.twitter.com/v23Gu57L7U
— IndianPremierLeague (@IPL) April 25, 2018
મેચની અંતિમ ઓવરોમાં મનદીપ સિંહે પણ માત્ર ૧૭ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. જયારે CSK તરફથી ડ્વેન બ્રાવો અને ઇમરાન તાહિરે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
RCB દ્વારા આપવામાં આવેલા ૨૦૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શેન વોટસન માત્ર ૭ રન બનાવી સ્પિન બોલર પવન નેગીનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના ૧૧, સેમ બિલીંગ ૯ અને રવીન્દ્ર જાડેજા માત્ર ૩ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
And, @RayuduAmbati goes for a biggie and brings up his FIFTY.#RCBvCSK pic.twitter.com/ENsduWSf6J
— IndianPremierLeague (@IPL) April 25, 2018
બીજી બાજુ ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુએ એક છેડો સાચવી રાખી ૫૩ બોલમાં ૮ સિક્સર અને ૩ ચોક્કા સાથે ૮૨ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જયારે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા એમ એસ ધોનીએ પણ પોતાના અંદાજમાં બેટિંગ કરતા માત્ર ૩૦ બોલમાં ૭ સિક્સર સાથે અણનમ ૭૦ બનાવ્યા હતા અને ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. જયારે બેંગ્લોર તરફથી સ્પિન બોલરે યજુવેન્દ્ર ચહલે ૨ વિકેટ ઝડપી હતી.
