આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલી જીત અપાવનાર લેગ સ્પિનર રાશિદ ખાને, દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર બોલિંગ કરી, મેન ઓફ ધ મેચનો એવોર્ડ તેના દિવંગત માતા-પિતાને અર્પણ કર્યો હતો. રાશિદે શાનદાર બોલિંગ કરી, દિલ્હી કેપિટલ્સની ત્રણ નિર્ણાયક વિકેટ લીધી અને ચાર ઓવરમાં માત્ર 14 રન ખર્ચ્યા. તેની બોલિંગનાં કારણે પર, SRH એ 15 રનની જીત નોંધાવી. વર્તમાન સીઝનમાં આ દિલ્હી કેપિટલ્સનો પ્રથમ પરાજય હતો.
સનરાઇઝર્સે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 147 રન જ બનાવી શકી. રાશિદે કેપ્ટન શ્રેયસ અય્યર, શિખર ધવન અને ઋષભ પંતના રૂપમાં દિલ્હીની કેપિટલ્સને મોટો આંચકો આપ્યો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યા બાદ તેણે કહ્યું, ‘છેલ્લાં બે વર્ષ મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા. પહેલા મેં મારા પિતા અને ત્રણ-ચાર મહિના પહેલા માતાને ગુમાવ્યા. તે મારી સૌથી મોટી ચાહક હતી. આ એવોર્ડ બંનેના નામ. જ્યારે પણ મને એવોર્ડ મળે ત્યારે તે આખી રાત મારી સાથે વાત કરતી.
તેણે કહ્યું હતું કે તેના પર સારો દેખાવ કરવા માટે કોઈ દબાણ નથી. તેણે કહ્યું, ‘હું ક્યારેય દબાણ લાવતો નથી કે મારે સારું કરવું છે. હું શાંત રમું છું અને મારી બેઝિક્સને યોગ્ય રાખું છું. કેપ્ટન હંમેશાં મારા પર ભરોસો રાખે છે અને મને મારા અનુસાર બોલિંગ કરવાની તક આપી છે. રાશિદ સિવાય ભુવનેશ્વર કુમારે પણ સારી બોલિંગ કરી અને બે વિકેટ ઝડપી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જોની બેરસ્ટોએ સૌથી વધુ 53 રનનું યોગદાન આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
