રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ આઈપીએલની એક એવી ટીમ છે જેની પાસે વિરાટ કોહલી જેવો ખેલાડી હોવા છતાં તે ક્યારેય ખિતાબ મેળવી શકી નથી. આગામી સીઝન શરૂ થવા માટે હવે વધુ દિવસો બાકી નથી અને આ વખતે તેમનું નસીબ ઉલટાવવા માટે આરસીબી વધુ ગંભીર દેખાઈ રહી છે. ટીમે તેનો લોગો પણ બદલી નાખ્યા છે, જેણે શુક્રવારે ટ્વિટર પર ઘણી સનસનાટી મચાવી હતી.
ફ્રેન્ચાઇઝીએ તેની નવી જર્સી ડિઝાઇન પણ શરૂ કરી અને ચાહકોની પ્રતિક્રિયાઓને સોશિયલ મીડિયા પર શેર કરી. આ દરમિયાન જસપ્રિત બુમરાહની નજર પણ આરસીબીનાં નવા લોગો પર પડી છે અને તેણે બેંગ્લોર બેસ્ટ ફ્રેન્ચાઇઝને ટ્રોલ કરતા પોસ્ટ કરી છે. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમે છે.
નવા લોગોમાં સિંહનાં માથા પર શાહી વંશને દર્શાવતો તાજ બતાવવામાં આવ્યો છે. નવા લોગોનો અર્થ કહેવામાં આવ્યો છે – ગૌરવપૂર્ણ અને પડકારોની ભાવનાથી ભરપૂર.’ આ સાથે, ફ્રેન્ચાઇઝી આ વખતે પણ નસીબ બદલવાની આશા કરી રહી છે કે ત્રણ વખતનાં ફાઇનલિસ્ટ માટે આ વખતે ફેરફાર થશે અને પ્રથમ વખત તેઓ પ્રખ્યાત ટ્રોફી મેળવવાની આશા રાખવામા આવી રહી છે.

દરમિયાન બુમરાહે પણ લોગોને ‘કૂલ’ ગણાવ્યો હતો. જોકે, તેણે ટૂંક સમયમાં મૈત્રીપૂર્ણ રીતે આરસીબીને ટ્રોલ કર્યું હતું. બુમરાહે કહ્યું કે લોગોમાં સિંહનું એક્શન તેની બોલિંગ એક્સન જેવુ જ છે. બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર આ રમૂજી ટિપ્પણી કરી હતી, “કૂલ લોગો. મારી બોલિંગ એક્શન સાથે પણ એવુ લાગે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
