IPL 2024/ GT vs CSK: CSKની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં ગુમાવી 3 વિકેટ… કેપ્ટન ગાયકવાડ પણ આઉટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-59માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થઈ રહી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટના નુકસાને 5 રનની નજીક બનાવી લીધા છે. ડેરિલ મિશેલ અને રુતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. આ મેચમાં ગુજરાતે સીએસકેને જીતવા માટે 232 રનનો ટાર્ગેટ […]

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મેચ નંબર-59માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ટક્કર થઈ રહી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે બે વિકેટના નુકસાને 5 રનની નજીક બનાવી લીધા છે. ડેરિલ મિશેલ અને રુતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. આ મેચમાં ગુજરાતે સીએસકેને જીતવા માટે 232 રનનો ટાર્ગેટ આપ્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી 11માંથી માત્ર ચાર મેચ જીતી છે. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન ટીમ સીએસકેએ 11 મેચ રમી અને 6માં જીત મેળવી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે 3 વિકેટે 231 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શને સદીની ઇનિંગ રમી હતી. ગિલે 55 બોલમાં 104 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સુદર્શને 51 બોલમાં 103 રનની ઈનિંગ રમી હતી. સુદર્શને પોતાની ઇનિંગમાં સાત સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી. ગિલની આઈપીએલ કારકિર્દીની આ ચોથી સદી હતી, જ્યારે સુદર્શને આઈપીએલમાં પહેલીવાર સદી ફટકારી હતી.