બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી બે વર્ષ પહેલા વામિકા કોહલી નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. માહિતી અનુશાર અનુષ્કા ફરી ગર્ભવતી છે. એવું માનવામાં આવે છે કે અભિનેત્રી ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા શર્મા કોઈપણ પબ્લિક પ્લેસ પર જવાનું ટાળી રહી છે. તે ન તો વિરાટ કોહલી સાથે પ્રવાસ કરી રહી છે અને ન તો તે કોઈ મેચમાં જોવા મળી રહી છે. જો મીડિયા સૂત્રોનું માનીએ તો, છેલ્લી વખતની જેમ, આ કપલ ક્યારેય પોતાની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા નથી અને મીડિયાને પણ આવું કરવા દેતા નથી.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર, ‘અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા, જ્યાં બંનેએ પાપારાઝી (કેમેરામેન)ને તેમના ફોટા શેર ન કરવાની વિનંતી કરી હતી. તે બંને ટૂંક સમયમાં સત્તાવાર રીતે તેની જાહેરાત કરશે તેવું વચન પણ આપવામાં આવ્યું હતું. આ કપલે પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના પણ કરી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. અનુષ્કા શર્મા ભારતીય કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
https://www.instagram.com/p/CxYL3CVM7bD/?utm_source=ig_web_copy_link
અનુષ્કા શર્માએ હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે પૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે. 2017 માં, વિરાટ અને અનુષ્કા, જેમણે ઇટલીના એક ગામમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, તેમને મીડિયાએ ‘વિરુસ્કા’ નામ આપ્યું હતું. બીજી તરફ ભારતીય ટીમને ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાના ઈરાદા સાથે વિરાટ કોહલી થોડા દિવસો બાદ મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતે 2019નો છેલ્લો વર્લ્ડ કપ વિરાટ કોહલીની કપ્તાનીમાં રમ્યો હતો, પરંતુ હવે ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યા છે, આવી સ્થિતિમાં કદાચ પોતાનો છેલ્લો ODI વર્લ્ડ કપ રમી રહેલો વિરાટ ભારતને કોઈ પણ જાતના વિના ચેમ્પિયન બનાવશે.
આ પણ વાંચો :Vishal Krishna/સેન્સર બોર્ડના કર્મચારીએ 6.5 લાખ રૂપિયાની લાંચ માંગીઃ એક્ટર વિશાલ કૃષ્ણ
આ પણ વાંચો :actress/એક ટીવી સિરિયલે બદલ્યું ભાગ્ય,અને બની ગઈ મોટા પડદા પર સુંદર વિલન
આ પણ વાંચો :jawan/રિદ્ધિ ડોગરા ભજવા માંગતી હતી ફિલ્મ જવાનમાં નયનતારાની ભૂમિકા, અભિનેત્રીએ કર્યો ખુલાસો
