જમ્મુ-કાશ્મીરને હવે બે ભાગમાં વેચી દેવામાં આવ્યુ છે. જેમા એક ભાગ જમ્મુ-કાશ્મીર તો બીજો ભાગ લદ્દાખનો રહેશે. કહી શકાય કે આ બંન્નેને હવે બે અલગ-અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે,રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણનાં અનુચ્છેદ 35-A ને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો છે.
જમ્મુ-કાશ્મીરમાં આજે કંઇક મોટી થવાની અટકળો વચ્ચે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત વિપક્ષનાં કેટલાક મોટા નેતાઓને નજરબંધ કરી દેવામા આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યસભામાં પીડીપી સાંસદ મિર મોહમ્મદ ફયાઝ ભારતીય સંવિધાનની એક નકલ ફાડી દીધી હતી, ત્યારબાદ સભાપતિએ તેમને ગૃહમાંથી બહાર જવા માટે કહ્યું. તેના વિરોધમાં પીડીપી સાંસદોએ ગૃહની બહાર પ્રદર્શન કર્યું અને કુર્તો ફાડી નાંખ્યો.
પ્રાથમિકપણે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે, જે રીતે દિલ્હી હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે તેવી જ રીતે જમ્મુ-કાશ્મીરમાં અનુસરણ કરાય તેવી સંભાવનાઓ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંન્ને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા બાદ હવે બંન્ને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાનો હવાલો કેન્દ્ર સરકાર પાસે રહી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
