જામનગર,
જામનગરમાં દરેડ જીઆઈડીસી ફેસ-2 માં આવેલી બે ટ્રાન્સપોર્ટ ઓફિસોના શટર ઊંચકયા હતા. વહેલી સવારે કર્મચારીઓ ઓફિસે આવ્યાની સાથે જ ચોરી થવાનું બહાર આવ્યું હતું. શિવમ ઇમપેક્ષ અને ન્યુ એરા ટ્રાન્સપોર્ટ ની ઓફિસોમાં ચોરી થઇ હતી. ટ્રાન્સપોર્ટ કર્મચારી દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જો કે સમ્રગ ધટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જો કે હજુ સુધી ચોરી થયેલી રકમ કે મુદામાલનો આંકડો ગુપ્ત છે. પોલીસની તપાસ બાદ જ ચોરી અંગે રકમનો આંકડો બહાર આવશે.
