New Delhi:દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી અને એસઆઈઆર (SIR) ના વિરોધમાં પ્રદર્શન કરવા જઈ રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રમુખ નેતાઓને દિલ્હી પોલીસ (Jantar Mantar)દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સરકારે અગાઉ જ આ સ્થળ પર દેખાવો કરવા પર રોક લગાવી દીધી છે.
ત્રિરંગો લહેરાવીને વિરોધ પ્રદર્શન કરી રહેલા સીજેપી નેતાઓની અટકાયત
મંગળવારે દિલ્હીના જાણીતા જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રવક્તા સૌરવ દાસ (Sourav Das)અને નેતા આશુતોષ રાંકા (Ashutosh Ranka)પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રધ્વજ ત્રિરંગો હાથમાં લઈને નારેબાજી કરવા લાગ્યા, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ નેતાઓને તાબામાં લઈ લીધા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા Jantar Mantarને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવામાં આવ્યું
દિલ્હીના આ મુખ્ય વિસ્તારમાં હવે ધરણા કે વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી વિશેષ સમિતિની ભલામણોને આધારે, સરકારે સોમવારે જંતરમંતરને સત્તાવાર પ્રદર્શન સ્થળોની યાદીમાંથી રદ કરી દીધું છે. હવે દેખાવો માટે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વ દિલ્હીના સીબીડી ગ્રાઉન્ડને જ નિર્ધારિત કરાયા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ કેમ? જાણો ચાર મોટા કારણો
કોકરોચ પાર્ટી (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના પદ પરથી રાજીનામાની માગ કરવામાં આવી રહી છે, જેની પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર છે:
એસઆઈઆર (SIR) પર વારંવાર વાંધા: પાર્ટીનું માનવું છે કે ચૂંટણી પંચના નિર્ણયોમાં પારદર્શિતા નથી રહી. રિપોર્ટ્સ મુજબ અન્ય કમિશનરોએ પણ અગાઉ અનેક મુદ્દાઓ પર આપત્તિ વ્યક્ત કરી હતી.
મતદાર યાદીમાં ગરબડની આશંકા: મતદારોના નામ જોડવા તેમજ કમી કરવાની પ્રક્રિયા અને ચૂંટણી ડેટા સાથે ચેડાં થવાની ચિંતાઓ વ્યક્ત કરાઈ છે.
ફોર્મ-6 માં ફેરફારનો મુદ્દો: ફોર્મ-6 ની પ્રક્રિયામાં વિવાદાસ્પદ પ્રશ્નો જોડવા બાબતે પણ અગાઉ ગંભીર મતભેદો સામે આવ્યા હતા.
કાર્યવિભાજન અને ડેટા સુરક્ષા: ચૂંટણી ડેટા અને સૉફ્ટવેરની સુરક્ષા તેમજ અધિકારીઓ વચ્ચેના કામના વહેંચણીના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી? દીપકે કસ્ટડી વીડિયો પર પોલીસ અને CJP આમને-સામને
આ પણ વાંચો:કંગના રનૌતનો CJP આંદોલન પર પ્રહાર: ‘દેશવિરોધી તત્ત્વો અને આંતરરાષ્ટ્રીય કાવતરાં દેશ માટે મોટો પડકાર’
આ પણ વાંચો:CJPના 3 નેતાઓને શરતી મુક્તિ: એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરત
