આજે અભિનેત્રી કંગના રનૌત તેનો જન્મદિવસ ઉજવી રહી છે અને આ પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે, રોની સ્ક્રુવાલાની આરએસવીપી મૂવીઝે તેની આગામી ફિલ્મ ‘તેજસ’ સાથે અભિનેત્રીનો પહેલો લૂક રજૂ કર્યો છે. આરએસવીપી મૂવીઝે તેના હેન્ડલ પર પોસ્ટ કરતા, લખ્યું, “પ્રિય તેજસ, તમારી પાંખો ફેલાવો અને ઉંચી ઉડાન ભરો, આજે અને હંમેશાં.”
આ લૂકમાં કંગનાને એરફોર્સના પહેરવેશમાં હસતી જોઇ શકાય છે અને આ કંગના માટે ચોક્કસપણે જન્મદિવસની ભેટ છે.
Dear #Tejas,
Spread your wings and soar high, today and always. ✈️Wish you a very happy birthday @KanganaTeam!@sarveshmewara1 @RonnieScrewvala @nonabains#HappyBirthdayKanganaRanaut pic.twitter.com/8xQOfSFpZg
— RSVP Movies (@RSVPMovies) March 23, 2021
ગયા વર્ષે ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકથી ભારતીય સેનાની ઉજવણી કર્યા બાદ, આરએસવીપીએ તાજેતરમાં ગયા વર્ષે ડિસેમ્બર મહિનાથી તેની વાયુસેનાની ફિલ્મ ‘તેજસ’નું શૂટિંગ શરૂ કર્યું છે.

પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે બીચ પર શેર કરી સિઝલિંગ તસવીર, જુઓ રોમેન્ટિક અંદાજ
‘તેજસ’માં કંગના રનૌત સાહસી અને બહાદુર પાઇલટની ભૂમિકા ભજવશે. ભારતીય વાયુસેના 2016માં મહિલાઓને સંરક્ષણ દળમાં સામેલ કરનારી દેશની પહેલી રક્ષા સેના હતી. આ ફિલ્મ ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે.
સર્જિકલ સ્ટ્રાઈક બાદ એક અન્ય આરએસવીપી ફિલ્મ છે જે સશસ્ત્ર દળોને સલામ કરે છે અને દેશને મોટા પાયે પ્રેરણા આપવાનું લક્ષ્ય રાખે છે.
સની દેઓલનો નાનો પુત્ર આ ફિલ્મથી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, જાણો કેવી છે ફિલ્મ..
