અકસ્માત/ અભિનેતા નાગભૂષણની કારે દંપતીને લીધા અડફેટે, મહિલાનું મોત, પુરુષની હાલત ગંભીર

અભિનેતા નાગભૂષણને લઈને એક સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે બેંગલુરુમાં એક દંપતીને એક્ટરની કારે ટક્કર મારી હતી.

Trending Entertainment
Mantavyanews 55 અભિનેતા નાગભૂષણની કારે દંપતીને લીધા અડફેટે, મહિલાનું મોત, પુરુષની હાલત ગંભીર

કન્નડ સિનેમાના પ્રખ્યાત અભિનેતા નાગભૂષણને લઈને એક સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે બેંગલુરુમાં એક દંપતીને એક્ટરની કારે ટક્કર મારી હતી. દંપતી રોડની સાઈડ પર ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે પુરુષ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે અકસ્માતનું કારણ જણાવ્યું

આ મામલે બેંગલુરુના કુમારસ્વામી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અહેવાલો અનુસાર, પોલીસ ફરિયાદમાં, અકસ્માતનું કારણ ઓવર સ્પીડિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ હોવાનું જણાવ્યું હતું. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9.45 કલાકે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુના વસંત પુરા મેઈન રોડ પર ફૂટપાથ પર ચાલી રહેલા દંપતીને નાગભૂષણે ટક્કર મારી હતી. તે ઉત્તરહલ્લીથી કોનાનકુંટે તરફ જઈ રહ્યો હતો.

રસ્તામાં મહિલાનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતાએ પહેલા તેની કાર કપલ પર ચલાવી હતી, ત્યારબાદ તેની કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 48 વર્ષીય મહિલા પ્રેમાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. તે જ સમયે, પ્રેમાના પતિ ક્રિષ્ના (58 વર્ષ)ને તેના બંને પગ, માથા અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ છે.

નાગભૂષણ કન્નડ સિનેમાના પ્રખ્યાત અભિનેતા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ નાગભૂષણ પોતે ઘાયલ દંપતીને હોસ્પિટલ લઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે નાગભૂષણ હાલમાં જ ફિલ્મ ‘તગારુ પલ્યા’માં જોવા મળ્યો હતો. નાગભૂષણે તેની અભિનય કારકિર્દી સંકષ્ટ કારા ગણપતિથી શરૂ કરી હતી. ફિલ્મો ઉપરાંત નાગભૂષણ થિયેટરની દુનિયામાં પણ સક્રિય રહ્યો છે.


આ પણ વાંચો :નિધન/હેરી પોટર ફેમ માઈકલ ગેમ્બને ફાની દુનિયાને કહ્યું અલવિદા, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો :WhatsApp Channel/વોટ્સએપ ચેનલ પર આવતાજ આ અભિનેત્રીએ, પીએમ મોદી અને ફેસબુકના સીઈઓને પાછળ છોડી દીધા

આ પણ વાંચો :A fair of films and web-series/થિયેટરથી લઈને OTT સુધી, આ અઠવાડિયે ફિલ્મો અને વેબ-સિરીઝનો મેળો, ‘ફુકરે 3’ પણ આ યાદીમાં સામેલ છે.