દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 8 બેઠકો પર જીત મળી હતી. વળી, કોંગ્રેસે ખાતું પણ ખોલ્યું ન હોતું. માત્ર બેઠકો જ નહીં, કોંગ્રેસને મત ટકાવારીની દ્રષ્ટિએ પણ મોટું નુકસાન થયું છે. વળી, ટ્વિટર પર ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસનાં ઘણા નેતાઓ ભાજપ પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. પી.ચિદમ્બરમ બાદ હવે પાર્ટીનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
Politics of “ current “ and “ tehzeeb “
Instead of EVM “ current “ reaching Shaheen Bagh
“ current “ from Shaheen Bagh reached Home Minister
When BJP sought votes : Voters in Delhi embraced “ “Lakhnavi tehzeeb “ and said :
“ pehle AAP “
The “ current “ of tehzeeb prevailed
— Kapil Sibal (@KapilSibal) February 12, 2020
કપિલ સિબ્બલે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધતા લખ્યું, ‘કરંટ અને તહેઝીબનું રાજકારણ, ઇવીએમનો કરંટ, શાહિન બાગ પહોંચવાની જગ્યાએ, શાહિન બાગનો કરંટ, અમિત શાહ સુધી પહોંચી ગયો છે. જ્યારે બીજેપીએ મત માંગ્યા ત્યારે દિલ્હીનાં મતદારોએ લખનઉ તહેઝીબને અપનાવી અને કહ્યું કે પહેલા આપ, તે તહેઝીબનાં કરંટનો જીત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
