નિર્માતા રાજકુમાર હિરાની, કરણ જોહર અને નિર્માતા મહાવીર જૈને ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકોને ફ્રીમાં રસી મળે તે માટે વેકસીનેશ કેમ્પેન માટે હાથ મિલાવ્યો છે. ચેન્જ વિધઈન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ એક નવી પહેલ છે.
જેમાં નિખિલ કામથ અને પ્રોડ્યુસર મહાવીર જૈને કહ્યાનુસાર, તેઓ આર્ટ ઓફ લિવિંગ અને જેરોધાના સહયોગથી ચેન્જ વિધઈન પહેલ હેઠળ મીડિયા અને ફિલ્મ ઈંડસ્ટ્રીના ફ્રંટ લાઈન વર્કર્સને કોરોનાની રસી ફ્રીમાં લગાવવા અભિયાન ચલાવશે. કોવિન પ્રોટોકોલનું પાલન કરી અપોલો હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે
તેમણે આઈ સ્ટેંડ વિધ હ્યુમેનિટી કેમ્પેન પણ શરુ કર્યું હતું. જેમાં ફિલ્મી જગત સાથે જોડાયેલા લોકોની સાથે મળી 2020ના પહેલા લોકડાઉન દરમિયાન અનેક લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી હતી. ત્યારે 25 લાખથી વધુ લોકોના પરિવારને રાશન કિટ, ભોજન પુરુ પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ દ્વારા પણ ઈંડસ્ટ્રીના કર્મચારીઓ માટે રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનના પહેલા ચરણમાં અંદાજે 4000 કર્મચારીઓને રસી આપવામાં આવનાર છે. તેમનું લક્ષ્ય 30,000 કર્મચારીઓને રસી લગાવવાનું છે.
