કર્ણાટક વિધાનસભા ચૂંટણી/ 10 મેએ યોજાશે કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ 13મેએ જાહેર થશે પરિણામ

કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. Karnatak Election છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી.

Top Stories India
Karnatak Election
  • રાજ્યમાં કુલ 5,21,73,579 મતદારો છે.
  • કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે
  • 100 વર્ષથી વધુ ઉંમરના 16 હજારથી વધુ મતદારો
  • 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે
  • જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થશે તેઓ પણ મતદાન કરી શકશે.
  • આવા 224 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં યુવા કાર્યકરોને તૈનાત કરવામાં આવશે.
  • 100 બુથ પર દિવ્યાંગ કર્મચારીઓ તૈનાત રહેશે.

કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. Karnatak Election છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી.  આમ કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. જો કે પછી કોંગ્રેસ અને જેડીએસે સરકાર બનાવી હતી.

આ સરકારને તોડીને પછી ભાજપે યેદિયુરપ્પાની સરકાર બનાવી હતી. Karnatak Election તેના પછી ભાજપે ઉંમરનું બ્હાનું ધરીને યેદિયુરપ્પાને રાજકારણમાંથી નિવૃત્ત કરી દીધા હતા. જો કે આમ છતાં યેદિયુરપ્પાને પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં પણ સન્માનભર્યુ સ્થાન આપવામાં આવ્યું હતું. બોમ્માઈ અસરકારક વહીવટકર્તા તરીકેની છાપ ઊભી કરી શક્યા ન હોવાના લીધે કર્ણાટકમાં હજી પણ ભાજપ માટે યેદિયુરપ્પા મોદી પછીનું ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે. તેથી જ ભાજપ યેદિયુરપ્પા સીએમ ન હોવા છતાં પણ તેમને સાથે રાખીને જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. Karnatak Election કર્ણાટકમાં 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામ 13 મેના રોજ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી. વિધાનસભાની મુદત 24 મેના રોજ પુરી થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જશે. ચૂંટણી પંચનું લક્ષ્ય નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે.

 

આ પણ વાંચોઃ Atik Ahmad-Asharraf/ અતીકના ભાઈ અશરફે બરેલી જતા ભોજન-પાણીની ભીખ માંગી, કહ્યું- બે અઠવાડિયામાં મારી નાખવામાં આવશે

આ પણ વાંચોઃ IPL 2023, MI Captain Changed/ IPL 2023ના પહેલા મોટા સમાચાર! મુંબઈ ઈન્ડિયન્સે બદલ્યો કેપ્ટન, આ ખેલાડીને મળી ટીમની કમાન

આ પણ વાંચોઃ Amritpalsingh Search/ પંજાબમાં હોંશિયારપુરમાં ઘેરાયો અમૃતપાલ, પોલીસે સીલ કર્યો વિસ્તાર