કર્નાટક,
ચુંટણીનું રણશિંગુ ફુંકાઈ ચુક્યુ છે અને તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના માર્ગ અપનાવી રહી છે. કર્નાટકમાં આયકર વિભાગે કુલ 4.13 કરોડ રૂપિયા કબ્જે કર્યા છે. જેમાં 2000 અને 500 રૂપિયાની રોકડ નોટો 97 ટકા જેટલી છે. થોડાક જ દિવસ પહેલા કર્ણાટકના બેલાગવીમાં પોલીસે 7કરોડ રૂપિયા 2000 અને 500ની નકલી નોટો જપ્ત કરી હતી. આ મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે આ જાણકારી એવા સમયે આવી છે કે દેશમાં કેટલાક શહેરોમાં રોકડની ખુબ જ અછત સર્જાઈ છે. કેટલાક એવા એટીએમ છે જ્યાં પૈસા જ નથી. નોટબંધી સમયે જે મહોલ સર્જાયો હતો લોકો બેંકો અને એટીએમની બહાર ઉભા રહેતા તેવી જ રીતે અત્યારે લોકોએ એટીએમની બહાર લાઈન લગાવીને ઉભા રહેવાનું શરુ કરી દીધું છે.
કર્ણાટકમાં 12મે ના રોજ મતદાન થવાનું છે. તેવા સમયે બેંગ્લોરમાં આયકર વિભાગે 4.13 કરોડ રૂપિયા રોકડા અને 4.42 કિલોગ્રામ જેટલું સોનુ જપ્ત કર્યું છે. આમાં મોટાભાગે 2000 અન 500ની નોટોમાં રોકડ મળી આવ્યા છે.
Karnataka: Police seized fake Indian currency notes with the face value of Rs 7 crore in Belagavi; One person arrested, case registered pic.twitter.com/chSueohEjr
— ANI (@ANI) April 18, 2018
થોડાક દિવસ પહેલા કર્ણાટકના બેલાગવીમાં પોલીસે 7કરોડ રૂપિયા 2000 અને 500ની નકલી નોટો જપ્ત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નકલી નોટો ઉપયોગ ચુંટણી સમયે કરવામાં આવાનો હતો. અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. કોંગ્રેસે 224 વિધાનસભાની સીટો પર 218 ઉમેદવારની ઘોષણા કરી છે જયારે ભાજપે 70 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.

ગત સોમવારના રોજ કર્નાટકમાં કર્ણાટકના અલગ અલગ વિસ્તારમાં ગાડીમાંથી લઈ જવાતી 31.55 કરોડ રૂપિયાની રોકડ, 4.58 કરોડની કિંમતનો 1.15 લાખ લીટર દારુ, 19.79 લાખ રૂપિયાની કિંમતનો 30.52 કિલો ડ્રગ્સ, 3.59 કરોડ રૂપિયાની કિંમતના 14.49 કિલોગ્રામ સોનુ અને 12.57 લાખની કિંમતની ચાંદી જપ્ત કરવામાં આવી છે. આ પહેલા ગત સપ્તાહે કર્ણાટકના હુકૈરીમાંથી ૪ કરોડની રોકડ મળી આવી હતી.
